શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપમાં જોડાવા પર શું આપ્યું નિવેદન
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. રાજ્યમાં ભાજપ અને કોગ્રેસ સિવાય ત્રીજો વિકલ્પ જન વિકલ્પ સક્રીય થયો છે ત્યારે આજે જન વિકલ્પના બેનર હેઠળ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગાડીઓના કાફલા સાથે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા શંકરસિંહ વાઘેલાનું ભગવાનનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાપુએ જણાવ્યું હતું કે ભાજપ અને કૉંગ્રેસથી પ્રજા કંટાળી ગઈ છે એટલે એ બંને સિવાય ત્રીજો વિકલ્પ એ જન વિકલ્પ છે. જન વિકલ્પનો મુખ્ય ચહેરો પણ પ્રજા નક્કી કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.
બાપુએ તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા માટે જણાવ્યું હતું કે તેઓ હજુ કોઈ પક્ષમાં જોડાયા નથી અને આગામી સમયમાં તેઓ પોતાની જાતે નિર્ણય કરશે પણ તે ભાજપમાં નહિ જોડાય. હવે જોવાનુ રહેશે કે મહેન્દ્રસિંહ વાઘેલા આગામી સમયમાં ક્યાં પક્ષમાં જોડાય છે