ઇમરાન ખાન સાથે સંબંધો પર રેહમ ખાને સનસનીખેજ ખુલાસા કર્યા હતા. પોતાના પુસ્તકમાં રેહમને લખ્યું, ઇમરાન ખાનનું દિલ પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલૈન મુશ્તાક પર પણ આવ્યું હતું. રેહમે પુસ્તકમાં એ પણ દાવો કર્યો કે એક મહિલા પત્રકાર મને મળી, જેણે પાકિસ્તાની ફિલ્મ એક્ટ્રેસ રેશનને ટાંકીને કહ્યું કે, ટ્રાન્સઝેન્ડર ડાંસર રિમાલ આજકાલ ઇમરાનને પોતાની સેવાઓ આપે છે.
2/6
ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા બાદ પણ ઇમરાન ખાનનો દબદબો હતો. નિવૃત્તી બાદ ઇમરાને જેમિમાં સાથે પ્રેમ થયો બાદમાં લગ્ન કર્યા. બન્નેના લગ્ન 9 વર્ષ સુધી ટક્યા અને 2004માં બન્ને અલગ થયા. ઇમરાન સાથે જેમિમાએ ધર્મ બદલ્યો હતો. બાદમાં ઇમરાન ખાને બીબીસીની પત્રકાર રેહમ ખાન સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ માત્ર 10 મહિના સુધી જ ટક્યા.
3/6
ઇમરાન ખાનના સંબંધ સીતા વ્હાઈટ સાથે પણ રહ્યા છે. આ બન્ને વચ્ચે 1987-88માં સંબંધ બંધાયા હતા. ત્યાર બાદ 1991માં બન્ને નજીક આવ્યા અને 1992માં સીતા વ્હાઈટે એક બાળકીને જન્મ આપ્યો. ઇમરાને આ બાળકીનો પિતા હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં ડીએનએ ટેસ્ટમાં ખુલાસો થયો કે ઇમરાન જ આ બાળકીનો પિતા હતો.
4/6
કહેવાય છે કે, ઇમરાન ખાનના પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટો સાથે પણ સંબંધ હતા. આ બન્ને વચ્ચે અફેર ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં શરૂ થયો હતો. તેનો ઉલ્લેખ ઇમરાન ખાનની બાયોગ્રાફીમાં પણ છે.
5/6
ઇમરાનનું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઝીનત અમાન સાથે પણ જોડાયું હતું. જે તે સમયે બોલિવૂડની ચર્ચિત અભિનેત્રી ઝીતન અમાન સાથે ઇમરાનના અફેરની વાત સાર્વજનિક થઈ હતી. પાકિસ્તાને 70-80ના દાયકામાં ભારતનો પ્રવાસ કર્યો આ દરમિયાન તેમની વચ્ચે અફેરની ચર્ચા ચાલી હતી. જોકે આ અફેર લગ્ન સુધી પહોંચ્યા ન હતા. બાદમાં ઝીનતે મજહર સાથે નિકાહ કર્યા હતા.
6/6
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફ જીત તરફ આગળ વધી રહી છે. તેની જીતનો મતલબ ચે ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકે છે. તમને જણાવીએ કે, પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની ઓળક એક મહાન ખેલાડી તરીકે થાય છે, જોકે તે પોતાના અફેરને લઈને પણ જાણીતા છે. ઇમરાનના ખાનના અફેરની યાદી ઘણી લાંબી છે. તેના રાજનેતા, અભિનેત્રી અને અનેક વિદેશી મહિલાઓ સાથે અફેર રહ્યા છે અને તેની પૂર્વ પત્ની રેહમ ખાને હાલમાં જ દાવો કર્યો હતો તેનો એક જાણીતા પાકિસ્તાની ક્રિકેટર સાથે પણ સંબંધ હતા.