સિરીલ અલ્મેડાની વાત કરીએ તો તેમના મૂળ ગોવામાં છે. સિરીલ કરાચીમાં વસતા જૂજ ગોઅન કેથલિક કમ્યુનિટીના છે. તેમના પૂર્વજો ઘણા વર્ષો પહેલા કરાચી ગયા હતા અને પછી ત્યાં જ વસી ગયા હતા. સિરીલ પહેલી વાર ગોવા 2012માં આવ્યા હતા. તે સમયે ગોવા આર્ટ્સ અને લિટરરી ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે આવ્યા હતા. સીએનએનના રિપોર્ટ્સ અનુસાર તે સમયે અલ્મેડાએ કહ્યું હતું કે, મને પાકિસ્તાનના પત્રકારત્વનું ભવિષ્ય ઉજ્વળ લાગતું નથી. સિરીલ ગોવાની વાનગીઓના શોખીન છે.
2/3
આ અહેવાલ બાદ dawn અખબાર અને એક્ટિવીસ્ટે સિરીલનું સમર્થન કર્યુ છે. જો કે ઘણા ઓછા લોકોએ જાણે છે કે સિરીલ મૂળ ગોવાના છે. અને પાકિસ્તાનનું સૌથી જૂના અખબાર Dawnના ફાઉંડીંગ એડિટર મલયાલી હતા. Dawnની સ્થાપના મહોમ્મદ અલી ઝિન્નાએ 1941માં અઠવાડિક તરીકે દિલ્લીથી શરૂ કર્યુ હતું. જેના એક વર્ષમાં ઝિન્નાએ Dawnને દૈનિક બનાવ્યુ હતું. જે બાદ બોમ્બે ક્રોનિકલમા કામ કરી રહેલા પોથાન જોસેફને એડિટર પ્રથમ એડિટર બનાવ્યા હતા. જોસેફનો જન્મ કેરળના ચેંગન્નૂરમાં થયો હતા. પરંતુ 1945માં જોસેફે Dawnના એડિટર પદેથી રાજીનામુ આપ્યું. અને નવા એડિટર હતા અલતાફ હુસૈન. ભારત-પાકના ભાગલા બાદ 1947માં દિલ્લીથી Dawnના સ્ટાફને કરાચી શીફ્ટ કરવામાં આવ્યો હતો.
3/3
નવી દિલ્લી: પાકિસ્તાનના જાણીતા અખબાર Dawnના આસિસ્ટંટ એડિટર સિરીલ અલ્મેડાને પાકિસ્તાની સરકારે એક્ઝીટ કંટ્રોલ લિસ્ટમાં મૂકીને દેશ બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. અલ્મેડાએ દેશની મિલીટ્રી અને સિવીલ લિડરશીપ વચ્ચે મતભેદ થયા હોવાનો અહેવાલ છાપતા સરકારે તેમની વિરૂદ્ધ આ પગલું ભર્યુ છે.