પોતે આરોપીએ કોર્ટમાં કબૂલ્યું હતું કે, તેણે બે વાર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બન્ને વાર નિષ્ફળ નીવડ્યો હતો.
2/4
સિંગાપુરમાં 13 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર 31 વર્ષીય ભારતીય ઉધ્યય કુમારને 13 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને 12 કોરડા ફટકારવાની પણ સજા ફટકારી હતી.
3/4
ગુરૂવારે હાઈકોર્ટમાં સજા સંભળવાતી વખતે કોર્ટે બીજા ચાર આક્ષેપોને પણ ધ્યાનમાં લીધા હતા. સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2016ની વચ્ચે બનેલી આ ઘટના ત્યારે બહાર આવી કે જ્યારે કુમારની ગર્ભવતી ગર્લફ્રેન્ડે તેના ફોનમાં સગીરાના વાંધાજનક ફોટાઓ જોઈ લીધા હતા ત્યાર બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ ચાલતાં તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
4/4
મિનીમાર્ટના કામદાર ઉધ્યય કુમારે પહેલા તો સગીરા સાથે મિત્રતા બાંધીને તેને ફસાવી હતી અને ત્યાર બાદ બે વાર તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉધ્યય કુમારે સગીરાને પોતાની પત્ની ગણાવવાનું પણ ચાલુ કરી દીધું હતું.