મિયાંદાદે આગળ કહ્યું કે, અમે તૈયાર જ છીએ આ બધા માટે. પાકિસ્તાનના એક એક બાળક ઈચ્છે છે કે, જો તેને મૌત મળે, શહાદત મળે તો આ રીતે જ મળે. હું પણ તેના માટે તૈયાર છું. આમને (ભારત)ને તો જેવા સાથે તેવો જવાબ આપવો જોઈએ. આ ભારત તો ખૂબ જ ડરેલો સમુદાય છે. તેની કોઈ આર્મી પણ નથી. મિયાંદાદનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય ક્રિકેટર શાહિદ આફ્રીદી કરતાં તદ્દન અલગ જ છે.
2/5
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે. તેમણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સમા ટાવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શહીદી માટે તૈયાર છીએ. અમારો દેશ ધમકીઓ સામે નમશે નહીં. મોદીને નથી ખબર કે તે ક્યા સમુદાયને પડકાર ફેંકી રહ્યા છે. ચીન-પાકિસ્તાન કોરિડોરને કારણે ભારત ગિન્નાયું છે. ભારતના લોકોને અપીલ છે કે તે તેની વિરૂદ્ધમાં આવે રસ્તા પર ઉતરે અને તેને સાફ કરે. મિયાંદાદે આગળ કહ્યું કે, તમારા દેશમાં કેટલાક એવા લોકો છે પોતાના સ્વાર્થ માટે તમને મારવા માગે છે.
3/5
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.
4/5
ભારતીય સેનાએ 26-27 સપ્ટેમ્બરે રાત્રે એલઓસી પાર કરી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન સેનાના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના ડીજીએમઓએ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
5/5
આફ્રીદીએ બન્ને દેશની વચ્ચે શાંતિની તરફેણ કરી છે. આફ્રીદીએ કહ્યું કે,પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે વાતચીતથી કોઈ વાતનું સમાધાન લાવી શકાય તો ઉગ્રવાદી પગલા લેવાની શી જરૂર છે. પાકિસ્તાન સૌ સાથે સારા સંબંધ ઈચ્છે છે. જ્યારે બે પાડોશી લડી રહ્યા હોય તો બન્નેના ઘર તેની અસર પડે છે.