જોંગની આત્મહત્યા બાદ પોલીસની તપાસ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષે જોંગે સુસાઇડ નોટમાં લગાવેલા આરોપો લગાવ્યા નહોતા. તેને કારણે તપાસ અધિકારીઓની વિશ્વસનિયતા પર અનેક સવાલ ઉઠ્યા હતા. હવે ફરીથી આ કેસની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
2/5
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન એક્ટ્રેસ જોંગ જા યેઓને ફક્ત 29 વર્ષની ઉંમરમાં વર્ષ 2009માં આત્મહત્યા કરી હતી. તેણે સુસાઇડ કરતા અગાઉ એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે, મારી એજન્સીએ મને અનેક હાઇપ્રોફાઇલ લોકો સાથે સૂવા માટે મજબૂર કરી હતી.
3/5
યુને કહ્યું કે તેણે પોલીસ અને બચાવપક્ષના વકીલ સાથે 13 વખત વાત કરી હતી પરંતુ તેનું નિવેદન સ્વીકારવામાં આવ્યું નહોતું. તપાસ બાદ મને જાણવા મળ્યું કે રાજકારણીની પત્ની ફરિયાદી હતી.
4/5
કોરિયા હેરાલ્ડના અહેવાલ અનુસાર, એક વખત એજન્સીના હેડની પાર્ટીમાં જોંગ ડાન્સ કરી રહી હતી ત્યારે તે રાજકારણીએ તેને પોતાના ખોળામાં બેસવા મજબૂર કરી હતી. યૂને જણાવ્યું કે, તેને બળજબરીપૂર્વક ખોળામાં બેસાડવામાં આવી હતી. મને યાદ છે કે જોંગે અનેક વાર છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો હાથ પકડીને બેસાડવામાં આવી હતી. તે રાજકારણીએ જોંગ સાથે સ્પર્શ કર્યો હતો.
5/5
સાઉથ કોરિયન મીડિયા સાથેની વાતચીતમાં એક સાક્ષીએ યુન નામથી જાણીતી આ એક્ટ્રેસ પર એક રાજકારણીએ કેવો અત્યાચાર ગુજાર્યો હતો તેની વાત કરી હતી.