શોધખોળ કરો
ડોનાલ્ડ ટ્રંપની જીત સાથે જ માઈક પેન્સ બનશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
1/3

રિપલ્બિક પાર્ટી તરફથી પેન્સને આ વખતની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. માઈક પેન્સ 2001થી 2013 સુધી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્ય રહ્યા છે. 2006માં તે સંસદમાં તે અલ્પસંખ્યકના નેતા બનાવવામાં આવ્યા. હાઉસ રિપબ્લિકન કોન્ફર્સ અને રિપબ્લિકન સ્ટડી કમિટીના ચેરમેન પણ રહ્યા. 2012માં માઈક પેન્સ ઇન્ડિયાના 50માં ગવર્નર બન્યા.
2/3

માઈક પેન્સ ઇન્ડિયાનાના કોલંબસના રહેવાસી છે. તેના પત્ની માઈક કારેન પેન્સ પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક રહી ચૂકી છે. બન્નેના લગ્ન 1985માં થયા હતા અને તેને ત્રણ સંતાનો છે. માઈક હનોવર કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતક છે. ત્યાર બાદ તેણે ઇન્ડિયાના યૂનિવર્સિટીથી લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો.
Published at : 09 Nov 2016 03:02 PM (IST)
View More




















