તેમણે જણાવ્યુ આ રેલી માટે મલીક મોહમ્મદ નવાઝના સુપરવીઝન હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ માટે જાહેર જનતા માટેનું કેમ્પેન મુહરમના દિવસે એટલે કે 11 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
2/5
તેમનું કહેવું છે કે, 1958માં પ્રથમ વખત જ્યારે મુસ્લિમ કોન્ફરન્સે કાશ્મીરના લોકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને નેહરુએ પોતાના જીવનનો સૌથી મુશ્કેલ દિવસ ગણાવ્યો હતો.
3/5
PoKના પૂર્વ પ્રધાનમંત્રીએ યુવાઓને અપીલ કરી છે કે, તે એલઓસીથી કાશ્મીર તરફ આગળ વધે અને આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને ભારત તરફથી કરવામાં આવતા આત્યાર વિશે જણાવે.
4/5
બેઠકને સંબોધિત કરતા એહમદે કહ્યું કે, રેલીમાં સામેલ કેટલાકલોકો પૂંછ અને મીરપુર સહિત ત્રણ જગ્યાથી કાશ્મીરમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું કે તે કાશ્મીરના અન્ય પક્ષને પણ રેલીમાં સામેલ થવા માટે વાત કરશે.
5/5
મુઝફ્ફરાબાદઃ પાક અધિકૃત કાશ્મીરના પૂર્વ પ્રધાનમંત્રી અને મુસ્લિમ કોન્ફરન્સના અધ્યક્ષ સરદાર આતિક અહેમદ ખાને રવિવારે જાહેરાત કરી છે કે, તે 24 નવેમ્બરે એલઓસી ક્રોસ કરીને કાશ્મીર તરફ માર્ચ કરશે.