નવાજ શરીફની પાર્ટી પીએમએલ(એન)ની ચૂંટણીમાં હાર થઈ રહ્યાનું સામે આવ્યા બાદ તેના નાના ભાઈ શાહબાજ શરીફે પાકિસ્તાનના ઈતિહાસની સૌથી બેઇમાની ચૂંટણી હોવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે, અમે પરિણામને નકારી કાઢીએ છીએ. ઈમરાન ખાને દગાથી ચૂંટણીમાં લીડ લીધી છે. અમારા અનેક સમર્થકોને મતગણતરી કેન્દ્રો પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.
2/3
હાલ કુલ 272 સીટ પૈકી 267 સીટના વલણ સામે આવ્યા છે. જે મુજબ PTI 122, PML(N) 60, PPP 35 સીટ પર આગળ ચાલી રહ્યા છે. ઈમરાન ખાને સરકાર બનાવવા બહુમત 137 જરૂરી છે.
3/3
લાહોરઃ પાકિસ્તાનમાં બુધવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂરું થયા બાદ તરત જ વોટની ગણતરી શરૂ કરવામાં આવી હતી. હાલ પણ મતગણતરી ચાલી રહી છે. જેમાં પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. PML(N)ના શહબાજ શરીફ, PPPના બિલાવલ ભુટ્ટો, MMAના ફઝલ ઉર રહમાન, જમાત એ ઈસ્લામીના સિરાઝ ઉલ હર તેમની સીટ પરથી ચૂંટણી હારી ગયા છે.