સુનવણી દરમિયાન જસ્ટીસ એજાજુલ અહેસાને કહ્યું કે, મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવનાર વ્યક્તિ બસ સુદ્ધાં ચલાવી શકતો નથી. પરંતુ આ લોકોએ પ્લેન ઉડાવીને યાત્રીઓના જીવનને જોખમમાં મુક્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની આગેવાની વાળી બેન્ચ ગવર્મેન્ટ એર સર્વિસમાં કાર્યરત પાઇલટ અને અન્ય કર્મચારીઓની ડિગ્રીની પ્રમાણભૂતતા સાથે જોડાયેલા એક કેસની સુનવણી કરી રહી હતી.
2/4
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નકલી પ્રમાણપત્ર રજૂ કરી પાઇલટ બનવાનો મામલો સામે આવ્યો છે. ગવર્મેન્ટ એર સર્વિસ PIS (પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ)માં પાંચ મેટ્રિક ફેલ લોકો પાઇલટ બની ગયા. CAA (સિવિલ એવિએશન ઓથોરિટી)એ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી હતી.
3/4
પીઆઇએ પણ પાઇલટ અને કેબિન ક્રૂ ઉપરાંત અન્ય કર્મચારીઓના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં સમય લે છે. વળી, પીઆઇએના ઓફિસરે કોર્ટમાં જણાવ્યું કે, 50થી વધુ કર્મચારીઓને શિક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવવા પર સસ્પેન્ડ કરવામાં આવ્યા.
4/4
આ દરમિયાન ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું કે, સાત પાઇલટોએ નકલી પ્રમાણપત્રોના આધારે PIAમાં નોકરી મેળવી. તેમાંથી પાંચ તો એવા હતા જેઓએ મેટ્રિક સુધીનું શિક્ષણ પણ મેળવ્યું નહતું. ઓથોરિટીએ જણાવ્યું કે, શૈક્ષણિક બોર્ડ અને યુનિવર્સિટી ડિગ્રી અધિકૃતતા પ્રક્રિયામાં સહયોગ નથી કરતી. જેના કારણે અધિકારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.