સાઉદી સમ્રાટના દીકરા પ્રિન્સ મોહમ્મદ ડેરીમાં 1.80 લાખ ગાય છે. એક દિવસનો પગાર ઓછો આપવો પડે તેના માટે હિજરી કેલેન્ડરની જગ્યાએ ગ્રિગોરિયન કેલેન્ડર અપનાવ્યું. સરકારને ગયા વર્ષે 100 અબજ ડોલરની બજેટ ખાધ આવી છે. સરકારે છેલ્લા કેટલાક મહિલાનાથી સરકારી કર્મચારીઓનો પગાર પણ ઘટાડ્યો. ત્રણ લાખ યુવાનોને દર વર્ષે સાઉદી અરબમાં નોકરી જોઇએ છે, પરંતુ સરકાર પાસે નોકરીઓ નથી.
2/4
ક્રૂડના જોરે વિશ્વભરમાં પોતાનું પ્રભુપ્ત જમાવનાર સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ગગડતા જતા ક્રૂડના કારણે કથળી રહે છે. સાઉદીમાં દરેક વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને સુવિધામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેરારીમાં ફરનારા અને લાખો રૂપિયાનું સોનું પહેરનારા શેખો હવે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સાઉદી સમ્રાટના યુવાન દીકરા પ્રિન્સ મોહંમ્મદ બિન સલમાને ડેરી કંપનીની સ્થાપના કરી છે.
3/4
સરકારી ખર્ચમાં ભારે ઘટાડો, યોજનાઓ માટે ઓછાં નાણાં ખર્ચવા, અને સામાન્ય માણસો ઉપર વધારે કર લાદવો જેવા ઉપાયો કરવા પડે છે. કાળઝાળ ગરમીની વચ્ચે સૂરજ હજી માંડ આથમ્યો હતો કે ઉમ રાશિદે પોતાની નાનકડી દુકાન ખોલી અને રોજની જેમ સસ્તી જ્વેલરી વેચવાનું શરૂ કર્યું. તે કહે છે કે પતિનાં પેન્શન વચ્ચે દુકાન ચલાવવી હવે મજબૂરી બની ગઈ છે.
4/4
દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે અને સુવિધાઓ ઘટી ગઈ છે. રાશિદ કહે છે કે ગયા રમઝાનમાં અમે બિલ ભર્યું હોવાને કારણે વીજ જોડાણ કપાઈ ગયું હતું. ઊંટ વીજળી વિના રહી શકે અમે નહીં. તેમણે જણાવ્યું હતું કે આવા ઉદ્યોગના જોરે તેઓ અર્થતંત્રને પાટા ઉપર લાવશે.