અફઘાનિસ્તાન નીતિ પર વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, તેમણે(મોદી) મને જણાવ્યું. તેઓ ખૂબ સ્માર્ટ છે, હવે અમે શું કહી શકીએ. ઓહ... લાઇબ્રેરી માટે આભાર. અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરીનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તેની ખબર નથી. અફઘાનિસ્તાનમાં ભારત, પાકિસ્તાન, રશિયા જેવા દેશોની હાજરી છે. અમે તેનાથી ઘણા દૂર હોવા છતાં મદદ કરીએ છીએ.
2/3
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું ભારતની વાત કરું તો તેમની ઉપસ્થિતિ અફઘાનિસ્તાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જણાવ્યું હતું કે, તેમણે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી બનાવી. પાંચ કલાક તેમણે આ જ રટણ કર્યુ હતું.
3/3
વોશિંગ્ટનઃ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ફેંસલા માટે જાણીતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવી હતી. ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી રહેલી મદદને લઈ ટ્રમ્પે આમ કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન સતત મને જણાવી રહ્યા છે કે અમે અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરી બનાવી, પરંતુ હું કહું છું કે તેનો ઉપયોગ કોણ કરી રહ્યું છે.