ચર્ચાનો વિષય બની આ ઘટનઃ આ સમગ્ર ઘટનાની તસવીરો ચીનની એક સોશિયલ મીડિયા સાઈટ પર પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, એક પુરુષને બાંધવામાં આવ્યો હતો અને તે ભીડને કહેતો હતો કે- હું માણસ નથી કૂતરો છું. જેને લઈને ઘણાં લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને તે અંગે વધુ વિગતો જાણવાનો પ્રસાય કર્યો હતો.
2/3
જ્યારે મહિલા પોતાના પુરુષ પાર્ટનરને કુતરાની જેમ લઈને નીકળી તો તેને જોવા માટે રસ્તા પર ભાડી જમા થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામથતા પોલીસ બોલાવવી પડી હતી. અહેવાલ અનુસાર મહિલા પોતાના પાર્ટરનેર પાળતુ કુતરાની જેમ પંપાળતી જોવા મળી હતી. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે, જાહેરમાં મહિલા પુરુષ સાથીને આમ લઈને નીકળી ત્યારે તેને જોવા ઘણાં લોકો એકઠા થયા અને જેના કારણે ભીડ થઈ ગઈ અને બાદમાં ટ્રાફિક જામ થતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આવીને મહિલાને પુરુષ પાર્ટનરના ગળામાંથી દોરડું કાઢવાની ફરજ પાડી હતી અને તેને મુક્ત કર્યો હતો.
3/3
ચીનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચીનના રોડર પર એક મહિલા પોતાના પુરુષ પાર્ટનરને રોડ પર કુતરાને જેમ પટ્ટો પહેરાવને લઈ જવામાં આવે તેમ લઈ જતી જોવા મળી છે. આ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના ચીનના ફુજીઅન પ્રાંતના ફુજોઉમાં 9 સપ્ટેમ્બર આસપાસ બનેલી છે.