તે પછી ગાડીની છતમાંથી રોબોટનું માથું નીકળે છે અને 50 સેકન્ડમાં ગાડી એક મહાકાય હ્યુમનોઈડ રોબોટમાં ફેરવાઈ જાય છે.
3/7
પહેલા ગાડીના દરવાજા ખૂલે છે અને બ્લેડ જેવા હાથ બહાર નીકળે છે.
4/7
રોબોટમાં ફેરવાયા બાદ કાર ચાલતી નથી. એન્જિનિયરોએ જણાવ્યું હતું કે, તેને ચલાવવા માટે ફંકશન ઉમેરવામાં આવશે.
5/7
રિમોટથી સંચાલન કરવા માટે તેમાં ઈલેક્ટ્રિક એન્જિન નાખવામાં આવ્યું છે.
6/7
તેને બનાવનારી કંપની લેટરોને જણાવ્યું હતું કે, હાલમાં આવા પાંચ રોબોટ બનાવાયા છે. ટૂંક સમયમાં તેને ચલાવવા માટે ફંકશન જોડવામાં આવશે. તેના પર સંશોધનકાર્ય પૂર્ણ થઈ ગયું છે. તે પછી વેચાણ માટે બજારમાં ઉતારવામાં આવશે.
7/7
ઈસ્તમ્બુલ. તૂર્કીના12 એન્જિનિયર અને ચાર ટેકનિશિયનની ટીમે એક સામાન્ય કારને રોબોટમાં રૂપાંતરિત કરી દીધી છે. દુનિયાની સૌથી પહેલી ટ્રાન્સફોર્મર કાર છે. રોબોટ કાર રિમોટથી ચાલે છે. તેના બે હાથ અને એક માથું પણ છે. હાથ અને માથાની મૂવમેન્ટ થઈ શકે છે. જોકે રોબોટમાં રૂપાંતરિત થયા બાદ કાર ચાલી કે ઊડી શકતી નથી. ખાસ વાત છે કે ટ્રાન્સફોર્મર ફિલ્મમાં આવા રોબોટને એનિમેટ કરવામાં આવ્યો છે.