શોધખોળ કરો

Urea Fertilizer: આ જિલ્લામાં સર્જાઈ યુરિયા ખાતરની અછત, ડેપો પર લાગ્યા યુરિયા ખાતર નથી ના બોર્ડ

યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.

Urea Shortage in Mahisagar: ગુજરાતમાં હાલ શિયાળુ વાવેતર પૂર જોશમાં થઈ રહ્યું છે. ખેડૂતો તેમના પાક વાવી દીધા છે અને હવે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે. આ દરમિયાન મહિસાગર જિલ્લામાં યુરીયા ખાતરની અછત ઉભી થઈ છે. લુણાવાડામાં ખાતર ડેપો પર લાગ્યા યુરિયા ખાતર નથી ના બોર્ડ લાગ્યા છે. મહિસાગર જિલ્લાના વેચાણ સંઘ પર યુરીયા ન મળતાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે.

યોગ્ય સમયે યુરિયા ખાતર ન મળતાં ખેડૂતોને  શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. પાંચ થી છ દિવસ પછી ગઈ કાલે માત્ર એક ગાડી આવી હતી, જે બાદ આજે પછી ખાતરની અછત યથાવત છે. જેને લઈ પૂરતો જથ્થો હોવાના સરકારના દાવા ગ્રામ્ય લેવલમાં પોકળ સાબિત થયા છે. માંગ સામે પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર ક્યારે આવશે તે પણ હજી નિશ્ચિત નથી.

નેનો યુરિયાના શું છે ફાયદા

અવાર નવાર DAP યુરિયા ખાતરની અછત વચ્ચે ખેડૂતો પોતાનો સિઝન પાક સરળતાથી લઈ શકે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજી દ્વારા ક્લસ્ટર બેઝ નેનો યુરીયા છંટકાવ અભિયાન પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ ટેકનોલોજી ફાયદાકારક હોવાનું જણાવીને આવકારી રહ્યા  છે.

ખેડૂત માં જાગૃતિ આવે અને ખેડૂતો વધુમાં વધુ નેનો યુરીયાનો ઉપયોગ તરફ વળે એ માટે પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નેનો યુરિયા છટકાવ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જેતે વિસ્તારનાં ગ્રામ સેવક સાથે રાખી ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી મદદથી નેનો યુરિયા છટકાંવ વિશે માહિતી પૂરી પાડવામા આવી રહી છે. જે પ્રયાસના ભાગરૂપે ગોધરા તાલુકાના ખેડૂતો દિવેલા, કપાસ, તમાકુ જેવાં પાકોમાં નેનો યુરિયાનો છંટકાવ કરાવી રહ્યા છે. ખેતીવાડી વિભાગના 1500 એકરનાં લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 150 એકરમાં નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો, જ્યારે જીલ્લાનાં 163 ખેડૂતોએ નેનો યુરીયા છંટકાવ માટેની અરજી પણ કરી છે.

નેનો યુરિયાનાં ફાયદા વિશે જાણીએ તો બે યુરીયા ખાતરની બેગ બરાબર એક નેનો યુરીયાનો વપરાશ થાય છે. નેનો યુરિયા છંટકાવ માટે એક એકર દીઠ રૂપિયા 850 ખર્ચ થાય છે, જેમાં ખેડૂતે માત્ર 350 રૂપિયા ચૂકવવાનાં રહે છે. એક ખેડૂત વધુમાં વધુ પાંચ એકર ખેતીમાં નનો યુરિયા ખાતરનો છંટકાવ કરાવી શકે છે.
ડ્રોન ટેકનોલોજી મદદથી નેનો યુરિયા ખાતરનો છટકાવ સરળતાથી કરી શકાય છે અને યુરિયા બેગની સરખામણીમાં નેનો યુરિયા ખાતરની કિંમત ઓછી હોય છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget