શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે

27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી એક મહિના માટે ખુલ્લું રહેશે 'આઈ-ખેડૂત' (i-Khedut) પોર્ટલ. બજેટ પાસ થયાના ગણતરીના દિવસોમાં જ પોર્ટલ ખોલનાર કૃષિ વિભાગ બન્યો રાજ્યનો પ્રથમ વિભાગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૭ માર્ચથી 'આઈ-ખેડૂત' પોર્ટલ પર સહાય યોજનાઓ માટે અરજીઓ.
  • ખેતીવાડી, બાગાયત, પશુપાલન સહિત ૧૪૮ યોજનાઓનો લાભ.
  • પહેલા તે પહેલાના ધોરણે સહાય, આધાર કાર્ડથી સરળ નોંધણી.
  • ટ્રેક્ટર, સ્માર્ટફોન, વાડ, કેટલ શેડ બાંધકામ પર સબસિડી.

ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારે એક બહુ જ મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવાના હેતુથી સરકાર વર્ષ 2026-27 માટે આગામી 27 માર્ચથી 'આઈ-ખેડૂત' (i-Khedut) પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે. આ પોર્ટલ પર ખેડૂતો ટ્રેક્ટર, સ્માર્ટફોન, કાંટાળી વાડથી લઈને પશુપાલન અને બાગાયતને લગતી કુલ 148 જેટલી વિવિધ સહાય યોજનાઓ માટે ઘરબેઠા કે ગ્રામ પંચાયતથી અરજી કરી શકશે. બજેટ પસાર થયાના ગણતરીના દિવસોમાં જ ખેડૂતોને સીધો લાભ આપવાની શરૂઆત કરનાર કૃષિ વિભાગ સંભવતઃ રાજ્યનો પહેલો વિભાગ બની ગયો છે.

નવા વર્ષની શરૂઆતથી જ મળશે લાભ

કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂત અને પશુપાલક મિત્રો 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી (એક મહિના માટે) આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. તેમણે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકારનો કૃષિ વિભાગ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાકીય લાભો આપવા માટે કટિબદ્ધ છે. કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને અપીલ કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી દે, જેથી યોજનાનો મહત્તમ લાભ લઈ શકાય.

કયા ખાતાની કેટલી યોજનાઓનો મળશે લાભ?

ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવી શકશે. જેમાં:

ખેતીવાડી ખાતાની: 42 યોજનાઓ

બાગાયત ખાતાની: 94 યોજનાઓ

પશુપાલન ખાતાની: 12 યોજનાઓ 

પહેલા તે પહેલાના ધોરણે મળશે સહાય

મંત્રીએ એક બહુ જ સારી વ્યવસ્થા અંગે વાત કરતા કહ્યું કે, હવે ખેડૂતોએ અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ સુધી રાહ જોવાની બિલકુલ જરૂર નથી. જેમ જેમ પોર્ટલ પર અરજીઓ આવતી જશે, તેમ તેમ તેની ચકાસણી થતી જશે. જે ખેડૂતો પાત્રતા ધરાવતા હશે, તેમને તરત જ સબસિડી અને સહાયની રકમ ચૂકવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ખેડૂતોને ઝડપથી તેમના હકનો લાભ મળી શકે. અરજી પ્રક્રિયાને એકદમ સરળ બનાવવામાં આવી છે, જેમાં ખેડૂતો પોતાના આધાર કાર્ડના ઓથેન્ટિકેશન દ્વારા જાતે અથવા તો ગ્રામ પંચાયત સ્તરે જઈને નોંધણી કરાવી શકશે.

કઈ કઈ વસ્તુઓ અને સાધનો પર મળશે સહાય?

મંત્રીએ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું કે ખેડૂતો નીચે મુજબની બાબતો માટે અરજી કરી શકે છે:

ખેતીવાડી: આધુનિક ખેતી માટે ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, પાવર ટીલર, ઓઈલ એન્જિન અને સ્માર્ટફોનની ખરીદી. પાકના રક્ષણ માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), સોલાર પાવર યુનિટ અને પંપ સેટ્સ.

બાગાયત: 20 હોર્સપાવર (PTO) સુધીના મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ-ફૂલ અને શાકભાજીનું વાવેતર, તેમજ ખાસ કરીને કમલમ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઇલપામના વાવેતર માટે સહાય.

પશુપાલન: પશુઓ માટે કેટલ શેડ બાંધકામ (છાપરું), દૂધાળા પશુઓનું ડેરી ફાર્મ, મરઘાંપાલન તાલીમ સ્ટાઈપેન્ડ, પાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ માટે પશુપાલકો અરજી કરી શકશે.

Frequently Asked Questions

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની તારીખ કઈ છે?

આઈ-ખેડૂત પોર્ટલ પર 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી અરજી કરી શકાશે.

આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ કેટલી યોજનાઓ ઉપલબ્ધ છે?

આ પોર્ટલ પર ખેતીવાડી, બાગાયત અને પશુપાલન સંબંધિત કુલ 148 યોજનાઓ હેઠળ સહાય મેળવી શકાશે.

ખેડૂતોને સહાય કયા ધોરણે મળશે?

જે ખેડૂતો પાત્રતા ધરાવતા હશે, તેમને અરજી મળતાની સાથે જ ચકાસણી બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે.

કયા કયા કૃષિ સાધનો પર સહાય મળશે?

ખેડૂતો ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, સ્માર્ટફોન, કાંટાળી વાડ અને સોલાર પાવર યુનિટ જેવી વસ્તુઓ પર સહાય મેળવી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget