ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, પાક માટે આફતરૂપ આ પ્રાણીની વધી વસતિ
વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ બનાવી છે
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. નીલગાયની વસતિમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. નીલગાયના કારણે ગ્રામીણ વિસ્તારોમાં અકસ્માતની ઘટના છાસવારે બનતી હોય છે. સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી અઢી લાખ જેટલી છે.
રાજ્યમાં કેટલી છે નીલગાયની વસતિ
અમદાવાદ જિલ્લામાં 9800 અને ગાંધીનગર જિલ્લામાં 3000થી વધુ નીલગાય જોવામાં આવી છે. 2011માં રાજ્યમાં નિલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.51 લાખ થવા જાય છે. આ ઉપરાંત પાટણમાં 18584 અને અમરેલીમાં 16295 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નીલગાયની વસતી એક લાખ જેટલી છે.
સાસણ ગીરમાં સિંહોની વધતી વસતિને લઈ લેવાયો હતો આ નિર્ણય
વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ બનાવી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી. સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી.
તરબૂચ, ટામેટા, કાકડી, મરચીની ખેતીમાં ઉપયોગી છે આ ખેતી પદ્ધતિ થશે મબલખ નફો
કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી પણ હરણફાળ ભરી છે. જૂની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતર કરી ખેડૂતોતેનો આવકરી રહ્યા છે. જેમાંથી એક છે મલ્ચિંગ પદ્ધતિ. જેના અનેક લાભો મેળવીને કૃષિને એક નવી દિશા આપી રહ્યાં છે, એમ કહીએ તો ખોટું નથી. મોંઘાદાટ બિયારણ, ખાતર અને મજુરોની અછતો વચ્ચ મોટી કરકસરયુક્ત મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીનું ઉત્પાદન સારામાં સારું મેળવી રહ્યાં છે. મલ્ચિંગ એટલે મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલ ખુલ્લી જમીનને પાક અવશેષો ઘાસ પ્લાસ્ટિક વગેરે વડે ઢાંકવાની પ્રક્રિયા. જેમાં છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ કરવામાં આવે છે. જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે, સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નીંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે.