શોધખોળ કરો
નરોડા પાટિયા રમખાણોના કેસમાં તોગડિયાનો આ સાથીને કેટલા વર્ષની હાઈકોર્ટે ફટકારી સજા, જાણો વિગત

1/4

સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો હતો.
2/4

આ કેસમાં અગાઉ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને 28 વર્ષની સજા થઈ હતી. આ ઉપરાંત બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ થયો હતો. આ સાથે અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
3/4

આ કેસમાં હાઈકોર્ટે નરેશ છારા સહિત ચાર આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં કુલ 32 આરોપીઓની સજા સામે અપીલ થઈ હતી. બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદમાં રાખવાની સજા હાઈકોર્ટે માન્ય રાખી હતી જોકે ત્યાર બાદ 21 વર્ષની સજા કરી દેવામાં આવી છે. બાબુ બજરંગી વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે અને પ્રવિણ તોગડિયાની નજીકનો માણસ ગણાય છે.
4/4

અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે બાબુ બજરંગીને દોષિત ઠેરવીને 21 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
Published at : 20 Apr 2018 11:36 AM (IST)
Tags :
Gujarat High Courtવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
ગુજરાત
Advertisement
