અમદાવાદઃ શહેરના સોલામાંથી એનઆરઆઇના 12 વર્ષના પુત્ર જયનું અપહરણ થયું હતું અને બાદમાં બાળક નડીયાદથી મળી આવ્યુ હતું. આ મામલે મોટો ધડાકો થયો છે. આ અપહરણ કેસમાં જયની માસી કોમલની સંડોવલણી બહાર આવી છે. પોલીસે જયની માસી અને પાડોસી સહિત ચારની ધરપકડ કરી છે. પોલીસે આ ગુનામાં વપરાયેલી ઇકો પણ કબ્જે લેવામાં આવી છે.
2/4
બીજી તરફ જયની માતા સોનલબેને નીચલી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. તેની માતા પણ પોલીસના શંકાના દાયરામાં છે. તેનું પ્રેમ પ્રકરણ પણ આ ઘટના પછી બહાર આવ્યું છે. અમેરિકાના બોસ્ટનમાં રહેતા એનઆરઆઈ વિષ્ણુ પટેલના 12 વર્ષના દીકરા જયનું અઠવાડિયા પહેલા અપહરણ થયું હતું. પોલીસે સોનલના પ્રેમી મનાતા દીપક નિમાજેની પણ પૂછપરછ કરી હતી.
3/4
તેણે એમ પણ કહ્યું કે હું સોનલ સાથે દિવાળી સુધીમાં લગ્ન પણ કરવાનો છું. દીપકની સગાઈ પણ થઈ હતી પણ તેણે સોનલ સાથેના પ્રેમ સંબંધના કારણે સગાઈ તોડી નાંખી છે. રસપ્રદ વાત એ છે કે જયના અપહરણના દિવસે જ તેણે સગાઈ તોડી છે.
4/4
દીપક નિમાજે ઘોડાસરમાં રહેતો હતો અને સોનલની માતાની સામે જ તેનું ઘર હતું. દીપકનો દાવો છે કે સોનલ સાથે તેને છેલ્લાં ચાર વર્ષથી સોનલ સાથે સંબંધો છે અને સોનલના પરિવારને આ સંબંધોની જાણ થતાં મોટો ઝગડો થતાં દીપક પોતાના પરિવાર સાથે નારોલ ભાડે રહેવા જતો રહ્યા છે.