બે વર્ષ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખ્યા બાદ બચાવ કરતાં ટ્રસ્ટી
3/6
ઘટના બાદ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવતા ટ્રસ્ટીએ કહ્યું કે, એક શિક્ષકે મારી પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા. આ શિક્ષકે ગમે તેમ કરી માન્યતા અપાવવાની વાતો કરી વર્ગો ચાલુ રખાવ્યા હતા. ભોપાળું સામે આવ્યું હોવાની જાણી શિક્ષક ફરાર થઈ ગયો છે.
4/6
હાલ તો આ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું હોવાનું લાગી રહ્યું છે. પોતાના સંતાનોનું ભાવિ અંધકારમય થઈ રહ્યું હોવાનું જાણી વાલીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, જવાબદારો સામે પગલા ભરવામાં આવશે.
5/6
અમદાવાદના મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલને બોર્ડની મંજૂરી ન હોવા છતાં 32 વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મહિને 700 રૂપિયાની ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. આજે બોર્ડના પરીક્ષાર્થીને હોલ ટિકિટ ન મળતાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો.
6/6
અમદાવાદઃ ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હાલ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે પૂર્વ અમદાવાદની એક સ્કૂલને ધોરણ 9 અને 10 મંજૂરી ન હોવા છતાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીને ભણવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.