જોકે, ઘણાંએ એવો મત વ્યક્ત કર્યો કે, છઠપૂજાને કારણે તહેવાર મનાવવા જઈ રહ્યા છે. ઓબીસી એસસી, એસટી એકતા મંચે આજે હેલ્પલાઇન નંબરો જારી કરીને પરપ્રાંતીયોને મદદ કરવા જણાવ્યું હતું.
2/5
આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હુમલાઓ વધતાં ગુજરાતમાં પરપ્રાંતીયો વતન ભણી જવા માંડ્યા છે જેના કારણે ઉદ્યોગજગત પણ ચિંતિત બન્યું છે.
3/5
ગુજરાતમાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તે માટે અમારા પ્રયાસો રહ્યા છે. કાલુપુર સ્ટેશને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ સહિત કોંગ્રેસી ધારાસભ્ય, કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં તેમણે પરપ્રાંતીયોને ગુજરાત ન છોડવા સમજાવ્યા હતાં.
4/5
આજે પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકાર જ ઠાકોર સમાજને બદનામ કરી રહી છે. ઠાકોર યુવાઓને ટાર્ગેટ બનાવી રહી છે. સરકાર-ભાજપ ભલે મને બદનામ કરે પણ ઠાકોર સમાજને બદનામ ન કરે.
5/5
અમદાવાદ: પરપ્રાંતીયો પરના હુમલા બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 11મી ઓક્ટોબરે અમદાવાદમાં સદભાવના ઉપવાસ પર ઉતરવા નક્કી કર્યું છે.