શોધખોળ કરો
રીક્ષા હડતાળ: અમદાવાદના અનેક વિસ્તારોમાં AMTS બસના કાચ તોડ્યા, જાણો વિગત
1/8

2/8

3/8

હડતાળની મુખ્ય અસર શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસસ્ટેશન, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. રીક્ષા ચાલકોની માંગણી છે કે, શહેરમાં માત્ર 2100 પાર્કિંગ સ્ટેન્ડ છે જેથી તેને વધારવામાં આવે. રીક્ષા ચાલકોની હડતાલને પગલે અપ-ડાઉન કરતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
4/8

સુત્રોના જણાવ્યા પ્રમાણે, અસારવા વિસ્તારમાંથી પસાર થતી ગોમતીપુર અને ચાંદલોડિયા સહિત અમદાવાદની 9 એએમટીએસ બસોના કાચ તોડ્યા છે. કાચ ફોડવાથી મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
5/8

6/8

રીક્ષાચાલકો એક દિવસની હડતાળ પાડી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હાલ 1 લાખ 40 હજાર ઓટોરીક્ષા દોડી રહી છે. દરરોજ અંદાજે બે લાખ શહેરજનો રીક્ષામાં મુસાફરી કરે છે. શહેરના 17 રીક્ષા એસોસિએશન દ્વારા આ હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે.
7/8

ચાલુ રીક્ષાના ચાલકો સાથે હડતાળીયા ચાલકોએ ઝપાઝપી કરી હોવાની પણ ઘટનાઓ બની છે. દેખાવકારો બળજબરીથી રીક્ષાઓ બંધ કરાવી રહ્યા છે. બપોરી સુધીમાં દેખાવકારોએ આશરે 9 જેટલી એએમટીએસ બસોને નિશાન બનાવી છે.
8/8

અમદાવાદઃ આજે અમદાવાદમાં રીક્ષા ચાલકો એક દિવસની હડતાળ પર છે. રીક્ષા હડતાળને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અન્ય રીક્ષા ચાલકોએ સરસપુર અને સાણંદમાં રીક્ષાના તોડફોડ કરીને ચાલુ રીક્ષાઓ બંધ કરાવી હતી. આ ઉપરાંત અમદાવાદના ઘણાં વિસ્તારોમાં AMTS બસના કાચ તોડવામાં આવ્યા હતા.
Published at : 30 Jul 2018 02:14 PM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















