ગુડ્ડુ ગોમતીપુર વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે. ઘણા લાંબા સમયથી ગોમતીપુર અને નજીકની વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચલાવે છે. ગુડ્ડુના પોલીસ હવાલદારથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી ધંધાને લઈ ગાઢ સંબંધો છે. આ સિવાય પણ ગુડ્ડુ દારૂની અનેક રેડ વખતે પકડાયો છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના લિસ્ટેડ બુટલેગરોની લિસ્ટમાં ગુડ્ડુનું નામ સામેલ છે. ગુડ્ડુના ઘરમાં ગત અઠવાડિયે થયેલા કથિત લઠ્ઠાકાંડમાં પણ પોલીસે રેડ કરી હતી, પરંતુ કશું જ હાથે લાગ્યું નહોતું.
2/5
પ્રાથમિક માહિતી મુજબ આ હથિયારોનું શું કરવાનું હતું અને કેમ લાવવામાં આવ્યા હતા તેની કોઇ માહિતી મળી શકી નથી. ગોમતીપુર અને રખિયાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. ઘટનાના પગલે શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે અને આ પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
3/5
આ દરોડામાં પોલીસે બુટલેગર ગુડ્ડુના ઘરમાંથી 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ, 5 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન જપ્ત કર્યું હતું. સાથે પોલીસે ગુડ્ડુ નામના આ શખ્સની ધરપકડ પણ કરી લીધી હતી.
4/5
માહિતી પ્રમાણે, ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી એકાએક બૉમ્બ મળી આવ્યા હતા, જેને પગલે પોલીસની ટીમે બંદોબસ્ત વધુ સઘન બનાવી દીધો છે. કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન છે એવી માહિતી મળતા ગોમતીપુર ટોલનાકા નજીક તેના ઘરે રાત્રે 12 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસે ACP સહિતની ટીમે દરોડા પાડ્યા હતાં.
5/5
અમદાવાદઃ શહેરમાં 141મી રથયાત્રા પૂર્વે જ ઘાતક હથિયારો અને બૉમ્બ મળી આવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના ઘરેથી બૉમ્બ સહિત ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેને લઇને પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને તંત્ર દોડતુ થઇ ગયું છે.