શોધખોળ કરો
મોટિવેશનલ સ્પીકર રશ્મિ બંસલે કોલેજના યુવાઓ સાથે કર્યો સંવાદ
1/3

અમદાવાદઃશાંતિ બિઝનેસ સ્કૂલ આયોજીત "વિચારધારા" શ્રેણી અંતર્ગત સુપ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશનલ સ્પીકર રશ્મિ બંસલ શહેરના યુવાનો સાથે "ડેર ટુ ડ્રિમ" વિષય પર વાર્તાલાપ કર્યો હતો.
2/3

રશ્મિ બંસલે જણાવ્યું કે સફળ બિઝનેસમેન બનવા માટે મેનેજમેન્ટની કોઈ ડિગ્રીની જરૂર નથી, તમારી પાસે વ્યાપાર શરુ કરવા માટે મૂડી કે અન્ય સંસાધન ના હોઈ તો પણ હિમ્મત હાર્યા વગર વ્યાપાર માટેના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, તમે કોઈપણ ઉંમરે વ્યાપર સાહસ ખેડી શકો છો અને જો વ્યાપાર સાહસિક બનવાની ઈચ્છા હોઈ તો તમારે યુવા અવસ્થામાં વહેલી તકે તે દિશામાં પ્રયત્નો ચાલુ કરવા જોઈએ, જીવનમાં સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતા પરંતુ તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આવનારા વર્ષોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સની બોલા બાલા હશે તેમજ આ ટેકનોલોજીથી કોલ સેંટર જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટી જશે .
Published at : 25 Jan 2019 07:07 PM (IST)
View More





















