અમદાવાદ : શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ એરપોર્ટ પર આગમન પહેલાં બંદોબસ્ત માટે હાજર એક ડીસીપીને એક પીએસઆઈએ લાફો ઝીંકીં દેતાં સનસનાટી મચી ગઈ છે. અમદાવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે.
2/5
મોદીનું આગમન થવાનું હોવાથી એ સમયે તો અધિકારીઓએ બંનેને સમજાવીને રવાના કર્યા હતા પણ પછી આ ઘટના અંગે પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાને ફરિયાદ કરી હતી. ઝાએ તેની ગંભીરતાથી નોંધ લઈને ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ સી.પી. જે. કે. ભટ્ટને તપાસ કરવા કહ્યું છે. બીજી તરફ ડીસીપીને તમાચો ઠોકી દેનારા પીએસઆઈ ચૌધરીએ પોતાને ગંભીર ઈજા થઈ છે તેવું જાહેર કરીને એલ.જી. હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ કશું બોલવા તૈયાર નહોતા પણ ઝાએ તપાસ સોંપતાં મામલો બહાર આવી ગયો છે.
3/5
આ ઘટનામાં સંડોવાયેલા પીએસઆઈ ઝોન-6ના ડીસીપી રાજન સુસરાના રીડર પીએસઆઈ આર.એફ. ચૌધરી છે. શુક્રવારે સાંજે ઝોન-4ના ડીસીપી એસ.કે. ગઢવીએ ચૌધરીને લાકડી મારી હતી ને જવાબમાં ચૌધરીએ ગઢવીને પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઠોકી દીધો હતો.
4/5
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે શુક્રવારે સાંજે મોદી દિલ્લીથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે તેવો મેસેજ મળ્યો પછી એસ.કે ગઢવીએ એરપોર્ટ પર હાજર તમામ પોલીસોને મોદીના આગમન સમયે શું કરવું તેની સૂચના આપવા બોલાવ્યા હતા.
5/5
ગઢવીએ ચૌધરીને આ અંગે કોમેન્ટ કરી હતી કે ‘તમે બહુ ઢીલા છો’ એમ કહી ખભા પર લાકડી મારી હતી. તેના પગલે ચૌધરી ખૂબ અકળાઈ ગયા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઉગ્રતા વધી હતી ને ચૌધરીએ ગઢવીને તમાચો ઠોકી દેતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.