અમદાવાદ એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે એરપોર્ટ પર બોમ્બ મુકાયા હોવાનું કહ્યું હતું. જોકે પોલીસ તપાસ કરતાં કોલ ફેક હોવાનું જાણવા મળ્યું હતું.
2/3
આ સમગ્ર ઘટનાને પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બાન્ચ અને SOGને પણ કરવામાં આવી હતી જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. અત્યાર સુધીની ચેંકિગમાં એરપોર્ટ પરથી એવું કંઈ શંકાસ્પદ વસ્તુ કે સ્ફોટક પદાર્થ મળ્યો નથી.
3/3
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજથી અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ દિલ્હી એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક પગલાં ભર્યા હતા અને આખું એરપોર્ટ ખાલી કરી દીધું હતું.