ક્રાઈમ બ્રાંચ જેસીપી જે.કે. ભટ્ટે જણાવ્યું હતું કે, કોઈપણ યુવતીના સાથે અનિચ્છનીય વ્યવવ્હાર થાય તેણે હિંમત રાખી પોલીસને જાણ કરવી અથવા મહિલા હેલ્પલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશન મદદ લેવી જોઈએ.
3/8
યુવતી પાસે નાણાં માગતા આરોપીઓએ કરેલા ચેટ પણ પોલીસે કબજે લીધા છે.
4/8
જ્યાંથી યુવતીનું અપહરણ થયું હતું ત્યાં ઝાંસીની રાણીના પૂતળા પાસે ઉપરાંત મણિનગર અને ઈસનપુર જ્યાં યુવતીને લઈ જવાઈ હતી તે સ્થળોનું પંચનામું કરવામાં આવ્યું હતું. સીસીટીવીની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. યુવતી સાથે ગેંગરેપ કરતી વખતે આરોપીઓએ ઉતારેલા વીડિયોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
5/8
ઝોન-7 ડીસીપી આર.જે. પારઘીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ગૌરવ, વૃષભ, યામિની, રાહુલ સહિત બે યુવતીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમ તેમના ઘરે તપાસ માટે ગઈ હતી ત્યારે એક પણ આરોપી મળ્યા નથી.
6/8
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા સહિતના તમામ નાનપણથી એકબીજાના મિત્રો હતા. યુવતી અને ગૌરવ વચ્ચે સવા વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ ગૌરવના પિતા તે યુવતી સાથે લગ્ન માટે રાજી નહતાં. જેના કારણે બંને વચ્ચે તાજેતરમાં જ ઝઘડો થયો હતો.
7/8
બીજી તરફ પોલીસે સમગ્ર કેસમાં ઈસનપુર વિસ્તારમાંથી યુવતીના અપહરણના ફૂટેજ મેળવ્યા હતા. યુવતીને મેડિકલ ચેક અપ માટે મોકલવામાં આવી હતી. સેટેલાઈટ પોલીસે બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ફરિયાદી યુવતીની પૂછપરછ કરી તેનું નિવેદન પણ લીધું હતું.
8/8
અમદાવાદ: સેટેલાઈટ ગેંગ રેપની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ તપાસ હવે મહિલા ક્રાઈમ બ્રાંચ એડિશનલ એસીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ગેંગરેપમાં સંડોવાયેલા 7 આરોપીઓ પૈકીની યામિની નાયરની પોલીસે રાજકોટ એરપોર્ટથી મોડી સાંજે ધરપકડ કરી લીધી હતી. અમદાવાદથી ભાગ્યા બાદ યામિની રાજકોટ ગઈ હતી અને ત્યાંથી દિલ્હી ભાગે તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ હતી.