ગુજરાત સરકારે પાટીદાર સહિતના સવર્ણોને આર્થિક રીતે પછાત વર્ગ(ઇબીસી)માં ગણીને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. પણ તે અંગેનો વટહૂકમ પણ હવે રદ થઈ ગયો છે. આ સંદર્ભમાં પાટીદારો દ્વારા ઓબીસી સ્ટેટસની માગણી સાથે અનામતની માગ ફરી બુલંદ કરાઈ રહી છે. આ ઘટના રાજકીય અત્યંત મહત્વની છે.
2/5
હાર્દિકના નામે કરાયેલી 25 પાનાની આ અરજીમાં પાટીદાર સમાજને કેમ સર્વે કર્યા સિવાય સીધી અનામત આપવી તેના આધાર-પુરાવા પણ જોડવામાં આવશે. હાર્દિક પટેલના નામથી પાસના 20 જેટલા કન્વીનરો દ્વારા આ અરજી આપવામાં આવશે. અગાઉ ગુજરાત સરકારે આ દિશામાં હિલચાલ શરૂ કરી હતી. પરંતુ એ પછી કોઈ પગલું ભરાયું નહોતું.
3/5
અમદાવાદઃ પાટીદારોએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં પોતાના સમાવેશ માટેની ઝુંબેશ ફરી શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરો આજે પાટીદારોને ઓબીસી સ્ટેટસ આપવા માટે ઓબીસી કમિશન સમક્ષ અરજી રજૂ કરશે.
4/5
આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવા માટે સમાજના કહેવાતા આગેવાનોનો ઉપયોગ કરવામાં સરકારે તમામ પ્રયાસ કર્યા અને લેઉવા કડવાના નામે અલગ અરજી કરવાની વાત કરે છે.અમારી પ્રાથમિકતા સમાજની એકતા માટેની છે અને અનામત મેળવવું એ ધ્યેય છે.
5/5
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વતી આ અરજી અપાશે. ઓબીસી કમિશનને અપાનારી 25 પાનાની અરજીમાં પાટીદારોને ઓબીસીમાં કેમ સમાવવા તે અંગે કારણો રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ અરજીમાં પાટીદારોને વહેલામાં વહેલી તકે અનામત મળે તેવી માગણી કરવામાં આવી છે, તેમ પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.