હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર પણ આ સવાલ મૂક્યા છે અને તેની સાથે એવી કોમેન્ટ પણ કરી છે કે વિજય રૂપાણી ટ્વીટર પર મારા આ પ્રશ્ર્નના જવાબ આપે. આ પ્રશ્ર્ન મારો નહિ આખા સમાજ નો છે. ભાજપે અમારા સમાજ પર અત્યાચાર કર્યો છે.
2/5
હાર્દિકે પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી આ સવાલ વિજય રૂપાણીને મોકલી આપ્યો છે. રૂપાણી પાટીદાર અનામત આંદોલન અંગે સાવચેતીપૂર્ણ અભિગમ દાખવી રહ્યા છે અને તેમનું વલણ સમાધાનકારી છે ત્યારે આ સવાલનો જવાબ તે આપશે કે કેમ તે સવાલ પૂછાઈ રહ્યો છે.
3/5
હાર્દિક પટેલે પૂછ્યું છે કે, પટેલ સમાજ પર ગોલીબાર ઔર લાઠીચાર્જ કિસ કે ઈશારે પર હુઆ ? આ ઉપરાંત હાર્દિકે એવું પણ પૂછ્યું છે કે, આપકી ભાજપા સરકાર પાટીદારોં કો આરક્ષણ દેગી ? હાર્દિકે આ બે સવાલો પૂછ્યા પછી હાર્દિકે સત્યમેવ જયતે એવી કોમેન્ટ પણ કરી છે.
4/5
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ટ્વિટર પર ટાઉન હોલ કાર્યક્રમ કરવાના છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે તેમને સીધો સવાલ પૂછ્યો છે. રૂપાણી આ સવાલનો જવાબ આપશે કે નહીં તેના પર સૌની નજર છે.
5/5
વિજય રૂપાણીને ટાઉન હોલ કાર્યક્રમ અંતર્ગત દસ હજાર કરતાં વધારે સવાલો મળ્યા છે. આ સવાલો પૈકી મોટા ભાગના સવાલો ફિક્સ્ડ પગારદારોને લગતા છે તે જોતાં રૂપાણી આ અંગે કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. પાટીદારો દ્વારા પણ નોંધપાત્ર સવાલ પૂછાયા છે.