જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડૉ.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે.
2/6
આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્ટ સામેલ છે. જ્યારે બપોર બાદ 2 વાગ્યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. જો કે હાર્દિકને ભોજનમાં શું મળશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્લાઈસ તથા એક ગ્લાસ સોયા મિલ્ક આપવામાં આવે છે અને સાડા પાંચથી 6 વાગ્યા વચ્ચે ડિનર કરાવવામાં આવે છે.
3/6
જિંદાલનેચર ક્યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.
4/6
મંગળવારે હાર્દિક બેંગાલુરુ સ્થિત જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટમાં સારવાર માટે જશે. ત્યાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને પાટીદારોને અનામત, યુવાઓને રોજગારી અને ખેડૂતોની દેવા માફી મામલે ફરીવાર રસ્તા પર ઉતરશે.
5/6
આ કુદરતી ચિકિત્સા દરમિયાન કોઈપણ પ્રકારની ડ્રગ્સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ તેને જરૂરીયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયમ, લાફીંગ થેરેપી, એક્યુપંક્ચર, જિમ અને ફિઝયોથેરેપી કરાવવામાં આવશે.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ પાટીદાર સંસ્થાઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ દરમિયાન હાર્દિકની તબિયત ખરાબ થઈ હતી અને તેના શરીરના કેટલાંક અંગો પર અસર થઈ હતી. જેની સારવાર કરાવવા માટે હાર્દિક મંગળવારે બેંગ્લોર જશે. હાર્દિકના ઉપવાસ દરમિયાન તેની મુલાકાતે દેશભરના રાજનેતાઓ આવ્યા હતા.