IMD રિપોર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણ, દાદરા નગર હવેલી તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ વાતાવરણ જળવાઈ રહેશે. અમદાવાદમાં આગામી એક અઠવાડિયા સુધી તાપમાન 41થી 44 વચ્ચે રહેશે.
2/6
રવિવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, અમરેલીમાં 43, ઈડરમાં 42.6 જ્યારે રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ બે દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળશે તેવી આગાહી કરાઈ છે.
3/6
ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે ભારે ગરમીને કારણે અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. IMDના ડેટા અનુસાર ગઈકાલે આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સીઝનમાં અત્યાર સુધીનું આ સૌથી વધારે તાપમાન છે.
4/6
હિટ વેવ એક્શન પ્લાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા ગરમીના દિવસોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ગરમીના તાપમાનના પારા પ્રમાણે આ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. હવામાન વિભાગ દ્વારા ગરમીના તાપમાનનું પ્રિડિક્શન કરી તે પ્રમાણે એલર્ટ કોર્પોરેશનને મોકલે છે અને કોર્પોરેશન નાગરિકોને આગોતરી જાણકારી મળી રહે અને એલર્ટના દિવસો દરમિયાન તકેદારી રાખે તે માટે એલર્ટ જાહેર કરવામાં આવે છે.
5/6
આ દિવસો દરમિયાન ગરમીનો પારો 42થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલના અંત ભાગમાં યલો એલર્ટ જાહેર થતું હોય છે તેમ મ્યુનિ.ના અધિકારીનું કહેવું છે.
6/6
અમદાવાદઃ રાજસ્થાનમાં પ્રવર્તતી હિટવેવથી ગુજરાતમાં ગરમ પવનોનું જોર યથાવત્ રહ્યું હતું. જેને કારણે અમદાવાદ સિઝનનાં સૌથી વધુ 43.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં સોમવારથી પાંચ દિવસ સુધી કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.