રથયાત્રામાં નિરીક્ષણ માટે પ્રથમ વખત ઈઝરાયેલથી લવાયેલા હિલિયમ બલૂનનો ઉપયોગ થશે. આ બલૂન સતત 72 કલાક આકાશમાં રહી શકે છે. બલૂનમાં નાઈટ વિઝન સહિતના કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ બલૂન પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં તસવીરો ખેંચશે. પોલીસ અને બીએસએફ જરૂર પડે આ તસવીરોને એનલાર્જ કરી તેનું એનાલિસિસ કરી શકશે.
2/4
ઇઝરાયેલથી લાવવામાં આવેલા હિલિયમ બલૂન ઉપરાંત 193 કેમેરાથી રથયાત્રા પર નજર રાખવામાં આવશે. આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાયા છે. ટ્રકો મોડી પડતી હોવાથી રથયાત્રા પણ મોડી પડતી હોવાનું ધ્યાનમાં રાખી આ વખતે વહેલી આવનારી પ્રથમ 30 ટ્રકને 3 લાખનું ઈનામ પણ આપવામાં આવશે.
3/4
રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આશરે 20 હજાર પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે.
4/4
અમદાવાદ: અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં આ વખતે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની થીમ પણ હેરિટેજ રાખવામાં આવી છે. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.