દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવી રહી છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂપિયા 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.
2/5
વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચાડશે, બસમાં અંદાજે 33 કલાક જેટલો સમય લાગશે. વારાણસી માટે રૂપિયા 3315 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂપિયા 2696 ભાડું ચુકવવાનું રહેશે.
3/5
આ સેવા વિમાની અને ટ્રેન મુસાફરી કરતાં મોંઘી છે અને સમય પણ વધારે લે છે. અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂપિયા 3320 ભાડું ચુકવવું પડશે.
4/5
ગુજરાત એસટી દ્વારા પહેલીવાર અમદાવાદથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 6 રાજ્યો માટે બુધવારથી 13 નવા રૂટ શરૂ કર્યા છે. અમદાવાદથી વારાણસી, ગોવાના પણજી, હરિદ્વાર અને ચંડીગઢ સુધી પહેલીવાર વોલ્વો બસ સેવા શરૂ થઈ છે.
5/5
અમદાવાદ: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, નાથદ્વારા, શિરડી જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત વારાણસી, ચંદિગઢ, પુણે, મુંબઈ અને ગોવાની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે.