હાર્દિક પટેલ અમદાવાદમાં કે ગાંધીનગરમાં ઘર મેળવવા માટે રાજકીય સહારો મેળવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે શંકરસિંહ વાઘેલાએ હાર્દિકનો હાથ પકડ્યો છે અને એવું લાગે છે કે હાર્દિકને ગાંધીનગરમાં ઘર મળશે.
2/5
છેલ્લા કેટલાંક દિવસોથી હાર્દિક પટેલ તેના પરિવાર સાથે રહેવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સારું ઘર શોધી રહ્યો છે. પરંતુ ભાજપના નેતાઓના દબાણને કારણે હાર્દિક પટેલને ઘર આપવા માટે કોઈ મકાન માલિક તૈયારી બતાવતો નથી. એટલું જ નહીં પાટીદારોના અનામત માટે લડી રહેલા હાર્દિક પટેલને તેના પરિવાર સાથે રહેવા માટે ઘર આપવા પાટીદાર આગેવાનો પણ આગળ આવતા નથી.
3/5
જોકે અનામત આંદોલનથી શરૂ કરીએ તો આંદોલન વખતે વિરમગામમાં રહેતા હાર્દિકે અત્યાર સુધીમાં 6 ઘર બદલ્યા છે. હવે બિલાડીની જેમ 7મી વખત ઘર બદલવા જઈ રહ્યો છે. હાલના ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ શંકરસિંહ વાઘેલા હાર્દિક પટેલને ઘર અપાવવા સક્રિય થતાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
4/5
હાલમાં વૈષ્ણોવદેવી નજીક આવેલા ગ્રીનવુડ રિસોર્ટના એક બંગલામાં રહેતા હાર્દિકને ઘર ખાલી કરાવવા માટે તેમના મકાન માલિક ઉપર ભાજપના કેટલાંક આગેવાનો દ્વારા દબાણ કરવામાં આવે છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મકાન માલિકે હાર્દિકને મકાન ખાલી કરવા માટે કહી દીધું છે તેવું જાણવા મળ્યું છે.
5/5
અમદાવાદઃ પાસ કન્વિનર નેતા હાર્દિક પટેલ હજુ બે દિવસ પહેલાં જ એક નિવેદન આપ્યું હતું કે, ભાજપના ડરથી મને કોઈ ભાડે મકાન પણ આપતું નથી. એવામાં પૂર્વ કોંગી નેતા શંકરસિંહ વાઘેલા હાર્દિકને મકાન અપાવવામાં સક્રિય થયા છે.