સેન્ટ્રલ એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર સૌથી વધુ પ્રદુષણ મધ્ય પ્રદેશના સિંગ્રોલીમાં હતું જેને 292 પોઈન્ટ મળ્યા છે, જ્યારે બીજા નંબરે ઉડીસાનું તાલચેર (253 પોઈન્ટ) અને ગુજરાતનું અમદાવાદ 225 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતુ.
2/3
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે રાત્રે 8-10નો સમય નક્કી કર્યો હતો તેમ છતાં ગુજરાતના નાના મોટા દરેક શહેરમાં આ આદેશને હવામાં ઉડાડી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં તો રાત્રે 10 પછી જ ફટાકડા ફોડવાનું પ્રમાણ વધ્યું હતું. ગુજરાતના અન્ય મોટા શહેરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જોકે તેના કારણે ગુજરાતમાં અનેક શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું.
3/3
દિવાળી તહેવાર પર પ્રદુષણના કારણે સેન્ટ્રલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે, જયારે રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું છે. ફટાકડાના ઝેરી ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. ખાસ કરીને બાળકો અને બીમાર લોકોમાં આની અસર વધુ જોવા મળે છે.