રેશ્મા પટેલે અગાઉ આક્ષેપ કર્યા હતા કે તેણે શહીદના પરિવાજનોને નોકરી માટે અનેક વખત મૌખિક રજૂઆત કરી હતી. આ પહેલા રેશ્માએ આક્ષેપ કર્યા હતા કે, તેની વાતને પક્ષમાં સાંભળી ન સાંભળી કરાઈ રહી છે. ત્યારે તેણે સોશિયલ મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવીને સીએમને પત્ર લખ્યો હતો. જે બાદ પ્રદિપસિંહ જાડેજા અને નીતિન પટેલ સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી.
2/3
અમદાવાદઃ બે દિવસ પહેલા જ પાટીદાર શહીદોના પરિવારને નોકરી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખનાર રેશ્મા પટેલે ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી. તેમણે આ બંનેને મળીને પાટીદાર શહીદોના પરિવારના સભ્યને નોકરી આપવા રજૂઆત કરી હતી.
3/3
રેશ્મા પટેલે નીતિન પટેલની મુલાકાત પછી મુલાકાત પછી કહ્યું હતું કે, મેં ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લઈ પાટીદાર શહીદ પરિવારના વ્યક્તિઓના રિઝ્યુમ આપ્યા છે. તેમજ સરકાર આ વિષયને પ્રાથમિકતા આપી જલ્દીમાં જલ્દી નોકરીઓ મળે એ દિશામાં આગળ કામ વધારશે એવી ખાત્રી આપી છે. મને આશા છે કે પાટીદાર સમાજના આ પડતર પ્રશ્નનો ઉકેલ આવશે.