શોધખોળ કરો
કડવા-લેઉઆ પટેલોને એક કરવા SPG-PAASએ મિલાવ્યા હાથ, જાણો શું ઘડી છે મહત્વાકાંક્ષી યોજના
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 03 Nov 2016 02:51 PM (IST)
1/9

પાટીદારોની એકતાના આ પ્રયાસો સફળ થાય તો ગુજરાતની 2017ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડે. ચૂંટણી પહેલાં પાટીદારોનું મહત્વ વધારવા માટે હિલચાલને ઝડપથી અંતિમ સ્વરૂપ અપાશે એ નક્કી છે પણ તેના કારણે પાટીદારોનેને ઓબીસી કવોટા મેળવવામાં મદદ મળે તેવી શકયતા નથી.
2/9

પાસ સિનીયર નેતા અને હાર્દિકના સાથીદાર દિનેશ બાંભણીયાનું કહેવુ છે કે, અમે આ પહેલને ટેકો આપવા તૈયાર છીએ. કડવા અને લેઉઆ પાટીદારો એકઠા થાય તો અનામતનું આંદોલન વધુ વેગવંતુ બની શકે તેમ છે. તેમણે ઉમેર્યું કે હાર્દિક પટેલે પણ આ વિચારને સમર્થન આપ્યુ છે.
3/9

તેમણે ઉમેર્યું કે આ મંદિર ગાંધીનગરમાં બંધાશે અને મંદિર પાછળ ઓછામાં ઓછા ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પાટીદારો કડવા અને લેઉઆને ભૂલીને એક પાટીદાર બને અને ઓબીસી કવોટા માટે એક સંપ બનીને લડત શરૂ કરે એ અત્યંત જરૂરી છે.
4/9

એસપીજીના કન્વીનર લાલજી પટેલે દાવો કર્યો કે પાટીદારો આ પ્રકારની પહેલથી એકઠો થઈ શકે છે. સંયુકત મંદિરથી કડવા અને લેઉવા પટેલ એક જ છત હેઠળ એકઠા થાય તો પાટીદારને જ ફાયદો થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પણ આ હિલચાલને ટેકો આપ્યો છે.
5/9

જો કે યુવા પાટીદારો માને છે કે આ રીતે પાટીદારોમાં ભાગલા પડાવીને રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આ પ્રયત્નો સફળ ના થાય ને પાટીદારોની એકતા જળવાઈ રહે એટલા માટે જ પાટીદારો માટે એક જ મંદિર બનાવી તેમને એક પ્લેટફોર્મ પર રાખવાનો વિચાર વહેતો મૂકાયો છે.
6/9

તેમણે દાવો કર્યો કે આ બાબતે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે અને મંદિરની બ્લુપ્રિન્ટ બહુ જલદી જાહેર કરાશે. તેમણે કહ્યું કે અમે અમારા વિચારને વિવિધ સોશિયલલ નેટવર્કીંગ પ્લેટફોર્મ પર પણ મુક્યો છે અને તમામ વર્ગના પાટીદારો તરફથી અમને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
7/9

આ પહેલની આગેવાની સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)એ લીધી છે. એસપીજીના પૂર્વિન પટેલનો દાવો છે કે મા ઉમિયા અને મા ખોડલનું એક મંદિર બનાવવાને મુદ્દે તેમણે પાટીદાર નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કરી છે કે જેથી બન્ને સમુદાયના લોકોને આ મંદિર થકી એક કરી શકાય.
8/9

પાટીદારોમાં કડવા અને લેઉઆ એમ બે પ્રકાર છે. પાટીદારોનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરીને અનામત આપવાની માગણી સામે કેટલાક રાજકારણીઓએ એવું સૂચન કર્યું છે કે કડવા અને લેઉઆ પાટીદારો અલગ અલગ રીતે અનામતની માગણી કરે તો તેમને ફાયદો થઈ શકે.
9/9

અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને એક કરવા માટે પટેલ આગેવાનોએ ઉમિયા માતાજી અને ખોડલ માતાજીનું સંયુકત મંદિર બનાવવા તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ મંદિરથી કડવા અને લેઉઆ પાટીદારો એક સ્થળે એકઠા થાય ને તેમની એકતા વધે તે ઉદ્દેશથી આ પહેલ કરાઈ છે.
Published at : 03 Nov 2016 01:55 PM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
અમદાવાદ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
અમદાવાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
અમદાવાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ટ્રેન્ડિંગ સમાચાર






















