આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે 273 સ્કૂલોને એક અઠવાડિયામાં અંતિમ નોટિસ આપવાની શરૂ કરાઈ છે.
2/3
વાલી મંડળ-સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને લઇને અલગ અલગ મંતવ્યો જોવા મળી રહ્યાં છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું કે જે સ્કૂલો પ્રોવિઝનલ ફી કરતા વધારે ફી લઇ રહી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરો. હવે ફ્રેબ્રુઆરીમાં વધારે સુનાવણી થશે. 273 સ્કૂલોમાંથી 185 એવી સ્કૂલોમાં એવા જ સ્કૂલ સંચાલકોનો સમાવેશ થાય છે કે જેઓ પોતાની સ્કૂલોને આ વર્ષથી બંધ કરી રહ્યાં છે. એસો. ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સેક્રેટરી એમ.પી ચંદ્રને જણાવ્યું કે, એફિડેવિટ રજૂ ન કરનારી સ્કૂલમો સામે પગલાં લેવાવા જોઈએ.
3/3
અમદાવાદ: ફી રેગ્યુલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની સુનાવણી યોજાઈ હતી. જેમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ અપાઈ છે. પરંતુ સુનાવણીમાં સરકારે સુપ્રીમના ધ્યાને મૂક્યું કે ગુજરાતમાં હજુ પણ 273 સ્કૂલોએ દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કાર્યવાહી કરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંકમાં સ્કૂલોને નોટિસ આપશે.