શોધખોળ કરો
બીટકોઈન કેસ: સસ્પેન્ડ કરાયેલ SP જગદીશ પટેલને જેલમાં ધકેલાયા, જાણો વિગત

1/7

જેના આધારે તેમનું ચિલોડા પાસે અપહરણ કરી કેશવ ફાર્મમાં લઈ જવાયા હતા. કિરીટ પાલડિયાના મોબાઈલ ફોન અને અનંત પટેલના મોબાઈલ ફોનની તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે, અપહરણ પહેલાંથી જ પાલડીયા તેના સંપર્કમાં હતો.
2/7

બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. આ સમગ્ર કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું છે. બીટકોઈન કૌંભાડમાં નલિન કોટડિયાનું નામ ખુલતા જ તેઓ ગાયબ થઈ ગયા છે. શુક્રવારે નલિન કોટડિયાને CID ક્રાઈમે પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પરંતુ તેઓ આવ્યા નહોતા. જ્યારે આજે ફરી તેમને બપોરે ત્રણ વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું જાણવા મળ્યું છે.
3/7

અમદાવાદઃ બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. 12 કરોડના બીટકોઇન અને 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં અરમેલીના સસ્પેન્ડ કરાયેલા એસપી જગદીશ પટેલને એસીબી જજ નિપા રાવલે જેલમાં મોકલાવાનો હુકમ કર્યો હતો.
4/7

સીઆઈડી ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી જગદીશ પટેલ, અનંત પટેલ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાં જગદીશ પટેલના બે તબક્કામાં 13 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતાં. શનિવારે રિમાન્ડ પુરા થતાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરતા તેમને જેલમાં મોકલવા હુકમ કર્યો હતો.
5/7

શૈલેશ ભટ્ટ પાસેથી રૂા.12 કરોડના બીટકોઈન પડાવી લેવાના મામલે સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં એવું સામે આવ્યું છે કે, કિરીટ પાલડિયા શરૂઆતથી જ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલના સંપર્કમાં હતો. તે શૈલેષ ભટ્ટની સાથે કારમાં હતો અને તેણે પોલીસને તેમનું લોકશન આપ્યું હતું.
6/7

હજુ આ કેસમાં સંડોવાયેલા અમરેલી પોલીસના સાત કર્મચારીઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ સીબીઆઈ ઈન્સ્પેક્ટર સુનિલ નાયરની પણ પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે હજુ પણ તેમની પૂછપરણ કરવામાં આવશે.
7/7

અમરેલીના એસપી જગદીશ પટેલ એલસીબી પીઆઇ અનંત પટેલ સહિતના લોકોએ ભેગા મળી શૈલેશ ભટ્ટનું અપહરણ કરી 12 કરોડના બીટકોઇન જબરદસ્તીથી ટ્રાન્સફર કરાવી 32 કરોડની ખંડણી માંગી હતી.
Published at : 06 May 2018 09:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગેજેટ
દેશ
મનોરંજન
Advertisement
