અરવલ્લી જીલ્લાના તેનપુર ગામ ખાતે હાર્દિક પટેલની આગેવાનીમાં 'પાસ'ના આગેવાનોએ તંત્રની પરવાનગી જાહેરસભા યોજી હતી. આમ આ કેસમાં હાર્દિક પટેલ પણ આરોપી છે તે જોતાં તેની પણ ધરપકડ થઈ શકે છે.
2/4
બાંભણીયાની ધરપકડ સપ્ટેમ્બર 2015માં અરવલ્લીના તેનપુર ખાતે તંત્રની મંજૂરી વિના સભા સંબોધવાના ગુના હેઠળ કરાઈ છે. આ કેસમાં વરુણ પટેલને પોલીસમાં હાજર થઈ જવા કહેવાયું છે તેથી તેની પણ ધરપકડ થશે.
3/4
આ સભાના આયોજકો તેમજ 'પાસ'ના આગેવાનો પર જાહેરનામાનો ભંગ કરવા બદલ આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિનેશ બાંભણીયા સભા સંબોધનારાઓમાંના એક હતા. બાભણીયા હાલમાં રાજદ્રોહના કેસમાં જામીન પર છુટેલા છે. હાઈકોર્ટે તેમને ગાંધીનગર જીલ્લો છોડીને જવાની મનાઈ ફમાવી છે તેથી તે ગાંધીનગર જ રહે છે. બાંભણીયાના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી હતી.
4/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાની મંગળવારે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી પછી હવે વરૂણ પટેલને પણ બુધવારે જેલભેગા કરાય તેવી શક્યતા છે.