સમય જતાં કાનાણીએ સાગર પર વિશ્વાસ રાખીને સમગ્ર કૌભાંડની હકીકતો વર્ણવી દીધી હતી પરંતુ બાદમાં સાગરે કાનાણી પાસેથી પોતાના ભાગનો હિસ્સો માંગવાની શરૂઆત કરતા બંન્ને અલગ થઇ ગયા હતા. દરમિયાન સાગરે પોતાના કોલ સેન્ટરો શરૂ કર્યા હતા. સાગરે કાનાણીના કોલ સેન્ટરોમાંથી અનેક લોકોને પોતાને ત્યાં નોકરી પર રાખ્યા હતા.
2/7
ડેપ્યુટી પોલીસ કમિશનર પરાગ માનેરાના કહેવા પ્રમાણે, કાનાણીની ધરપકડ આ કૌભાંડનો ખુલાસો કરવામાં મદદરૂપ સાબિત થશે. કાનાણી મારફતે અમે સાગર ઠક્કર સુધી પહોંચી શકીશુ. નોધનીય છે કે નિકિતાએ આચરેલું કૌભાંડ 32 રાજ્યોમાં વિસ્તરેલું હતું જેમાં 70 લોકોને છેતરવામાં આવ્યા હતા.
3/7
4/7
અમદાવાદઃ ભારત અને અમેરિકાની પોલીસની ઉંઘ ઉડાડનારા કરોડો રૂપિયાના કોલ સેન્ટરના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર હજુ પણ ફરાર છે. મુંબઇ પોલીસે સાગર ઠક્કરને આ કૌભાંડનો આઇડિયા આપનારા જગદીશ કાનાણીની ધરપકડ કરી છે. વાસ્તવમાં અમેરિકાની પોલીસને 2013માં અબજો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડની જાણ થઇ હતી.
5/7
થાણે પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, જ્યારે 2013માં કાનાણીના કૌભાંડનો પર્દાફાશ થયો તો પણ ગુજરાત પોલીસે અમેરિકાની એજન્સીની ચેતવણીને ગણકારી નહોતી. અમેરિકાની તપાસ એજન્સીએ અમદાવાદ પોલીસને અમદાવાદમાં કોલ સેન્ટર મારફતે આ પ્રકારનું કૌભાંડ ચાલતુ હોવાની ચેતવણી આપી હતી પરંતુ તેમણે તેને ગણકારી નહોતી. ઠક્કર પણ કાનાણી પાસેથી કૌભાંડના પાઠ શીખ્યો હતો.
6/7
આ કૌભાંડના સૂત્રધાર સાગર ઠક્કરની ગુરૂ અમેરિકામાં રહેતી નિકિતા પટેલ નામની યુવતીની પોલીસે ધરપકડ કરી ત્યારે આ કૌભાંડનો ખ્યાલ આવ્યો હતો. પોલીસે નિકિતાની સાથે તેના સાથી આકાશ પટેલની પણ ધરપકડ કરી હતી. તે સમયે અમેરિકાની પોલીસે મુંબઇ અને અમદાવાદની પોલીસને સજાગ કરી હતી પરંતુ અહીની પોલીસ દ્ધારા કોઇ પણ પગલા લેવામાં ના આવતા ત્રણ વર્ષ સુધી સાગર ઠક્કર કૌભાંડ ચલાવતો રહ્યો હતો.
7/7
આકાશ પટેલની સપ્ટેમ્બર 2013માં અમેરિકાના ન્યુજર્સીમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ નિકિતા ભાગતી ફરતી હતી પણ જાન્યુઆરી, 2015માં તે પણ ઝડપાઈ ગઈ હતી. નિકિતાની ધરપકડ બાદ જગદીશ કાનાણી મુંબઇ પોલીસની રડારમાં આવ્યો હતો. અમેરિકાની પોલીસે તે સમયે મુંબઇ પોલીસને આ કૌભાંડની જાણ કરી હતી પરંતુ તેમણે કોઇ પગલા લીધા નહોતા.