ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ કર્યા હતા. જોકે હાર્દિકને મળવા ન દેવાતાં પાટીદારો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઉપવાસ આંદોલન કરી સરકારનો વિરોધ કર્યો હતો જોકે સરકાર અડગ રહી હતી.
2/4
સરકારે જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી કે, આરોપી સામે ચાર્જશીટ થાય તેટલા પૂરતા પુરાવા છે. ત્યારે તેને જામીન ન આપવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં અલ્પેશને જેલ મુક્ત કરવા માટે રોજ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
3/4
દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી અલ્પેશ કથિરીયાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની 3 વર્ષ બાદ ધરપકડ કરાઈ છે તેની સામે ચાર્જશીટ થાય તેવા પુરાવા નથી.
4/4
અમદાવાદ: અનામત આંદોલનના તોફાનોના કેસમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા સહિત અન્યોએ કોર્ટ સમક્ષ આપેલી બાંયધરીનું તેઓ પાલન ન કરતાં આરોપીઓને જામીન ન આપી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સામે કોઈ પુરાવા ન હોવાથી તેમને જામીન મળવા જોઈએ.