તેની અસર તળે પવનની ગતિ સારી રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મઝા પડી જશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેવાના કારણે પતંગ સહેલાઈથી આકાશની ઉડી શકશે. તેમજ રાજ્યભરમાં આકાશ વાદળછાયું રહેશે.
2/3
હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે પવનની સારી ઝડપ રહેશે. આ વર્ષે ઉત્તરાયણના રોજ પવનની ઝડપ 20થી 25 કિલોમીટર રહેશે. આ દિવસો દરમિયાન દક્ષિણ-પિૃમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બનશે.
3/3
અમદાવાદવાસીઓ જેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઉત્તરાયણનો તહેવારને માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિયામાં અમદાવાદની ઉત્તરાયણની ચર્ચા રહે છે. આ વખતની ઉત્તરાયણ પર પવનની રહેશે કે નહીં? આ પ્રશ્ન ગુજરાતીઓને દર વર્ષે સતાવતો હોય છે. તેની સામે હવામાન વિભાગે શુકનવંતી આગાહી કરતા કહ્યું છે કે, આ વર્ષે ઉત્તરાયણ પર પવન સારો રહેશે અને પતંગ રસિયાઓને ઠુમકા મારવા પડશે નહીં.