શોધખોળ કરો
Advertisement
Guru Purnima: ગુરુપૂર્ણિમા પર આ સંકલ્પ બદલી શકે છે તમારી જિંદગી
અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે દેશભરમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે
Guru Purnima: અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે દેશભરમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે બધા લોકો પોતપોતાના ગુરૂની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે ગુરૂની કૃપા વગરે ક્યારેય સફળતા મળતી નથી.
ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક લોકો તેમના ગુરુ માટે વ્રત રાખે છે. આ ઉપરાંત અનેક ઉપાયો પણ કરે છે. જેના દ્વારા ગુરુને પ્રસન્ન કરી શકાય છે.
આ રીતે ગુરુને કરો પ્રસન્ન
- ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી શક્ય હોયો તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો
- ઘરમાં સ્વચ્છ જગ્યાએ બાજોઠ પર સફેદ વસ્ત્ર મૂકીને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ બાર-બાર લાઈન દોરીને વ્યાસપીઠ તૈયાર કરો.
- જે બાદ મંત્ર 'गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये' નો જાપ કરીને સંકલ્પ લો અને તમામ દિશાને ચોખાથી વધાવો.
- મનમાં બ્રહ્મા, વ્યાસજી, શુકદેવજી, ગોવિંદ સ્વામી, શંકરાચાર્ય કે પ્રિચ ગુરુજીનું નામ લઈ મંત્ર બોલતા જાવ અને પૂજા-હવન કરો. આ દરમિયાન ગુરુનું ધ્યાન અનિવાર્ય રીતે કરો.
- ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ અને ધાર્મિક ગ્રંથોનું અધ્યયન પણ શુભ માનવામાં આવ્યું છે.
- આ દિવસે ગરીબ બ્રાહ્મણોને દાન આપો. તેનાથી ગુરુ પ્રસન્ન થાય છે, પુણ્ય લાભ મળે છે.
જીવનમાં ઉતાર-ચઢાવ આવતાં લોકોએ ગુરુ પૂર્ણિમાએ શું કરવું જોઈએ
જે લોકોની કુંડળીમાં ગુરૂ પ્રતિકૂળ સ્થાન પર હોય છે તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. તે લોકો જો ગુરૂ પૂર્ણિમાના દિવસે નીચે લખેલા ઉપાય કરે તો તેમને ઘણો લાભ થાય છે. આ ઉપાય આ પ્રકારના છે.
ઉપાય
- ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભિ અને મસ્તક પર કેસરનુ તિલક લગાવો
- સાધુ બ્રાહ્મણ અને પીપળના વૃક્ષની પૂજા કરો.
- ગુરૂ પૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરમોથા નામની વનસ્પતિ નાખીને સ્નાન કરો.
- પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગને ભેટમાં આપો.
- કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો
- ગુરૂ પૂર્ણિમા ના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને 12 વર્ષથી નાનકડી કન્યાઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement