શોધખોળ કરો

Vastu Tips: લગ્ન જીવન માટે વાસ્તુ ટિપ્સ, પ્રેમ અને ખુશીમાં થશે વધારો, જાણી લો

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો.

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ  જ મહત્વ છે. વાસ્તુ અનુસાર કામ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે.  સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે. જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે.  

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ,  વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે. કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો. લગ્ન બાદ કેટલીક વાસ્તુ ટિપ્સનું પાલન કરવું જરુરી બની જાય છે. 

બેડરુમમાં પલંગ લોખંડ કે અન્ય ધાતુનો ન રાખો

પતિ-પત્નીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. આ દિશાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે. આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો. પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ. પતિ-પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી લગ્ન જીવન સારું રહે છે.

બેડરુમમાં ફૂલદાની રાખવી જોઈએ

વાસ્તુ અનુસાર પતિ-પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની બંનેએ સાથે મળીને આ આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ. તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

રુમમાં અરીસો ન રાખવો જોઈએ

બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધે છે. જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ.

એક જ ગાદલું રાખો 

પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ સૂવા માટે કરે છે તેમાં હંમેશા એક જ ગાદલું હોવું જોઈએ. જો બેડ ડબલ બેડ હોય તો ડબલ બેડનું ગાદલું રાખો. એવું માનવામાં આવે છે કે બે ગાદલાવાળા પલંગ પર સૂવાથી પતિ-પત્ની વચ્ચે અંતર સર્જાય છે.

રુમમાં હળવો કલર કરો 

બેડરૂમ રૂમની દિવાલો હંમેશા હળવા રંગમાં રંગવી જોઈએ. નવા યુગલોએ રૂમમાં સારી લાઇટિંગ રાખવી જોઈએ. રૂમને હંમેશા સુગંધિત રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.

મીઠાના પાણીથી પોતા કરો

જે રૂમમાં પરિણીત યુગલો સૂતા હોય છે તે રૂમમાં મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. મીઠુ નાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં ક્યારેય જાળાંને એકઠા ન થવા દો કારણ કે તે નકારાત્મકતા લાવે છે.

પતિએ હંમેશા જમણી બાજુ સૂવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Embed widget