શોધખોળ કરો
Advertisement
રાશિફળ 19 જાન્યુઆરીઃ ધન, સ્વાસ્થ્ય અને પરિવારને લઈ આ 5 રાશિના લોકોને થઈ શકે છે પરેશાની, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: આજે કેટલીક રાશિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણકે લાભની સાથે હાનિનો યોગ બને છે.
આજનું રાશિફળઃ આજે પોષ સુદ છઠ છે. ચંદ્ર આજે મીન રાશિમાં છે. આજે કેટલીક રાશિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણકે લાભની સાથે હાનિનો યોગ બને છે.
મેષ (અ.લ.ઇ.) : આજે મુસીબતોમાંથી બહાર નીકળવા માટે હનુમાનજીની આરાધના કરવી લાભદાયી રહેશે. ગંભીર બીમારીનો શિકાર બની શકો છો.
વૃષભ (બ.વ.ઉ.) : આજે સંબંધોનું મહત્વ સમજવું પડશે. વાદ-વિવાદમાં ન પડતાં. આજે નકારાત્મક ગ્રહ ઝઘડો કરાવી શકે છે. ઘરમાં બદલાવ કરી રહ્યા હો તો વડીલોનો અભિપ્રાય લેજો.
મિથુન (ક.છ.ઘ.) આજે ખર્ચા વધુ થઈ શકે છે. ખરીદી કરતી વખતે બજેટને ધ્યાનમાં રાખજો. મિત્રો સાથે વાતચીત કરવાથી મન પ્રફુલિત રહેશે.
કર્ક (ડ.હ.) આજે વિનમ્ર સ્વભાવ સંબંધને મજબૂત કરશે. ઓફિસમાં લોકો પ્રશંસા કરશે. પોતાની યોગ્યતાથી નજીકના ભવિષ્યમાં સારી સફળતા મળશે. પરિવારજનો વચ્ચે પ્રેમ વધશે.
સિંહ (મ.ટ.) આજે પૂરો દિવસ પેડિંગ કામ પૂરા કરવામાં જશે. દિવસભરની વ્યસ્તતા બાદ સાંજે પરિસ્થિતિ ઠીક થશે. માતા-પિતાનું ધ્યાન રાખજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે લોકો સમક્ષ તમાકી વાત તથ્યો અને પ્રભાવશાળી રીતે રજૂ કરજો. ઘરેલુ વિવાદ ન વધે તો ધ્યાન રાખજો. શક્ય હોય તો ખુદ પહેલ કરીને સમાધાન લાવજો.
તુલા (ર.ત.) આજના દિવસે મનમાં બીજા પ્રત્યે શંકાના બીજ ન રોપતાં. કોઈપણ કામમાં ઉતાવળ ન કરતાં. ઘરમાં યુવાઓ સાથે ટકરાવથી બચજો, નહીંતર વડીલોની નારાજગી તમને નુકસાન પહોંચાડશે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે નકારાત્મક ચીજોનો ત્યાગ કરવો લાભદાયક રહેશે. સહકર્મીઓ પ્રત્યે તમારો વ્યવહાર સારો રહેશે. પારિવારિક મામલે દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજે સામાજિક સંપર્કો વધારવાની દિશામાં કામ કરવું પડશે. પરિવારના જુના વિવાદ ઉકેલવામાં સફળતા મળશે. ઘરમાં નાના સભ્યોની દેખભાળ પર ધ્યાન આપો.
મકર (ખ.જ.) આજના દિવસે ખુદને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખજો. ઓફિશિયલ કામકાજ નહી થવાથી તણાવ વધશે પરંતુ સમજદારીથી કામ લેજો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે નકારાત્મક સોચથી બચજો. પરિવારમાં પિતા સાથે તાલમેલ બનાવી રાખજો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
મીન (દ.ચ.ઝ.થ.) આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે. પોતાની પસંદગીના કાર્યો કરજો. નવા પ્રયોગ કારગર સાબિત થશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ ભૂલીને સંબંધને ફરી મજબૂત કરવાનો સમય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement