(Source: ECI/ABP News/ABP Majha)
Vastu Tips For North Direction: ઘર અને ઓફિસમાં આ દિશાને ખાલી રાખવાથી ધનનું થાય છે આગમન
Vastu Tips For North Direction:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે.
Vastu Tips For North Direction:વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે.
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ છે. ઘરમાં રાખેલી કોઈ પણ વસ્તુને ત્યાં સુધી ફાયદાકારક નથી હોતી જ્યાં સુધી તેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ન રાખવામાં આવે. વાસ્તુ અનુસાર ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. કહેવાય છે કે, આ દિશાને વાસ્તુ દોષથી મુક્ત રાખવાથી ઘરમાં ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. નાણાકીય કાર્ય માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે, ઉત્તર દિશાના સંબંધમાં આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કઇ વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી ફાયદાકારક છે.
ઘરની ઉત્તર દિશા હંમેશા ખુલ્લી અને સ્વચ્છ રાખો. આ જગ્યાએ કોઈ ભારે વસ્તુ ન રાખવી. વાસ્તુ અનુસાર જ્યારે ઘરની ઉત્તર દિશા ખાલી હોય ત્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
વાસ્તુમાં ઘરનો મુખ્ય દરવાજો અને બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ હોય છે. સાથે જ ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક લાભ થાય છે.
કુબેર દેવતાની મૂર્તિને ઘરની ઉત્તર દિશામાં રાખવી પણ સારો ઉપાય છે. આમ કરવાથી નોકરીની તકો ઉપલબ્ધ થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરનું રસોડું ઉત્તર દિશામાં હોય તો રસોડામાં અનાજ હંમેશા ભરેલું રહે છે. આવા લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
Disclaimer:જો પરિવારમાં મતભેદનું વાતાવરણ હોય અથવા પ્રગતિ ન થઈ રહી હોય તો ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ઉત્તર દિશાની દિવાલો પર વાદળી રંગનું પેન્ટ શુભ રહે છે. આમ કરવાથી પૈસા કમાવવાના નવા વિકલ્પો ખૂલ્લે છે અને ધનનું આગમન થાય છે.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?