(Source: ECI/ABP News/ABP Majha)
Venus Transit 2022 : કર્ક રાશિના જાતક માટે શુક્રનું રાશિ પરિવર્તન આપશે શુભ ફળ, જાણો શું આવશે જીવનમાં પરવિર્તન
શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના જાતક પર થશે. 12 રાશિ પર તેની અલગ-અલગ અસર જોવા મળશે, જેમ શુક્ર મકર રાશિમાં પહોંચ્યો છે. ત્યાં તેઓ મંગળ અને શનિ સાથે સંયોગ બનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ શુક્રના રાશિ પરિવર્તનની કર્ક રાશિ પર શું અસર કરશે.
શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના જાતક પર થશે. 12 રાશિ પર તેની અલગ-અલગ અસર જોવા મળશે, જેમ શુક્ર મકર રાશિમાં પહોંચ્યો છે. ત્યાં તેઓ મંગળ અને શનિ સાથે સંયોગ બનાવી રહ્યા છે. તો ચાલો જાણીએ શુક્રના રાશિ પરિવર્તનની કર્ક રાશિ પર શું અસર કરશે.
કર્ક રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ધનલાભ અને સુખ અપાવનાર છે. શુક્ર વિવાહિત જીવન પર અને બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો પર વધુ પ્રભાવ બતાવશે. શુક્રનું રાશિ પરિવર્તન આપના વ્યવસાયમાં વધારો કરાવશે, નોકરીમાં પ્રગતિ કરશે. જે લોકોનું કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તેમના માટે શુક્રનું પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે, શુક્રના રાશિ પરિવર્તન સાથે જ પેન્ડિંગ એટલે કે અધૂરા કાર્ય પૂર્ણ થવાના શરૂ થઇ જશે. ધંધામાં કોઈ કામ અટવાયું હશે તો બધા અટકેલા કામ શુક્રના આ પરિવર્તનથી ફરી ગતિશીલ બનશે. શુક્રના પ્રભાવને કારણે તમારા કામમાં ઝડપ પણ આવશે.
શુક્રનું રાશિ પરિવર્તન વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. આપની હાજરીથી ઘણા કાર્યો આપોઆપ થઈ જશે. કર્ક રાશિના વેપારીઓ માટે આ પરિવર્તન સારા પરિણામ આપવા જઈ રહ્યું છે. વિવાહિત જીવનમાં સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય માટે પરસ્પર સંકલન જાળવવું પડશે. શુક્ર તમારી સાથે છે, જેના કારણે તમારા વ્યક્તિત્વમાં આકર્ષણની સ્થિતિ સર્જાશે, લક્ઝરી વસ્તુઓ માટે નવા વસ્ત્રો ખરીદી શકાય છે. આ સમય દરમિયાન, જીવનસાથીને સારી ગિફ્ટ આપવાથી સંબંઘમાં મધુરતા આવશે. જે લોકો અપરણિત છે, તેમના વિવાહના યોગ પણ બની રહ્યાં છે. કર્ક રાશિ માટે લક્ષ્ય તરફ આગળ વધવા માટે આ શુભ સમય છે.
આ સમયમાં આપ દ્વારા કરેલી મહેનતનું સારું પરિણામ મળવાનું છે. શુક્રનું પરિવર્તન વિદ્યાર્થીઓ માટે સારું રહેશે, પરંતુ જેમની પરીક્ષા નજીક છે તેઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી , કારણ કે હાલમાં એવું લાગે છે કે તમે તૈયાર છો પરંતુ પરીક્ષા દરમિયાન અભ્યાસમાં શિથિલતાને કારણે ભૂલી જશો. વર્તમાન સમય વેપારીઓ માટે ખૂબ જ સારો છે અને નોકરી કરતા લોકોને તે સારા પરિણામ આપનાર છે. તેની નકારાત્મક અસરથી બચવા માટે ગાયને ગોળ અને લીલો ચારો ખવડાવો.