રેડ એમ્બિએન્ટ લાઇટ, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને 521 લીટર બૂટ સ્પેસ સાથે કેવી છે ફોક્સવેગન વર્ટસ
આ કાર આ વર્ષે મે મહિનામાં લોન્ચ થશે જ્યારે જીટી વેરિઅન્ટ ટોપ એન્ડ વર્ટસ લાઇન અપ માટે ઉપલબ્ધ હશે
નવી દિલ્હીઃ તાજેતરમાં જ ફોક્સવેગને બે અલગ અલગ ટ્રિમ ઓપ્શન સાથે વર્ટસ સેડાનને રજૂ કરી હતી. ડાયનેમિક લાઇન અને પરફોર્મન્સ લાઇન છે જ્યારે જીટી વેરિઅન્ટ પરફોર્મન્સ લાઇનમાં સૌથી સ્પોર્ટી વર્ઝન છે. આપણે જીટી વેરિઅન્ટને સારી રીતે જોઇ હતી કારણ કે આ વર્ટસનું સૌથી ડિઝાયરેબલ પાસુ છે અને તેની સૌથી વધુ અગ્રેસિવ સ્ટાઇલિંગ છે. અહી તેનું ફર્સ્ટ લૂક રિવ્યૂ છે.
એક્સટીરિયર
વર્ટસ મોટી છે અને 4651 મિમીની લંબાઇ સાથે ખૂબ લાંબી છે. તેનો અર્થ એ છે કે આ કાર તેની સેગમેન્ટની સૌથી લાંબી સેડાન છે. જેનો અર્થ એ છે કે આ આગામી સેગમેન્ટ સાથે રિલેટેડ છે. GT લાઇન ઓવરબોર્ડ પર ગયા વિના ખૂબ સારી સ્પોર્ટી ડિટેઇલ્સ જોડે છે. ડિઝાઇન ફોક્સવેગન રેન્જ સમાન છે પરંતુ લૂક વધુ અગ્રેસિવ છે. ફ્રન્ટ-એન્ડ વિશેષ રીતે શાર્પ ફોગલેમ્પ એનક્લોઝર સાથે હેડલેમ્પ્સ સાથે ગ્રિલને સારી રીતે જોડે છે. ફોક્સવેગન ડિઝાઇન હંમેશા શાર્પ લાઇન અને લાંબી કેરેક્ટર લાઇન અંગે હોય છે જે દરવાજાથી થઇને રિયર ટેલ-લેમ્પ સાથે મળે છે.
ચેરી રેડ કલર જીટી વેરિઅન્ટ કાળા રંગમાં ઘણી ડિટેઇલ્સ છે. સાઈડ વ્યુ કારની લંબાઈ પણ બતાવે છે. ડ્યુઅલટોન બ્લેક રૂફ, રિયર સ્પોઇલર, બ્લેક ORVM અને રેડ બ્રેક કેલિપર્સ સાથે બ્લેક 16-ઇંચના એલોય એ સ્પોર્ટી ટચ છે જે GTને સૌથી અલગ બનાવે છે. આપણે Taigun જેવા મોટા એલોય વ્હીલ્સની અપેક્ષા રાખતા હતા પરંતુ તેમ છતાં તેઓ સારા લાગે છે. રિયર ટેલ-લેમ્પ્સમાં બ્લેક આઉટ ઈફેક્ટ હોય છે જ્યારે અગાઉ કહેવામાં આવ્યું કે નાના બૂટ સ્પોઈલર એક સુઘડ ટચ છે.
ઇન્ટીરિયર
અમારી પાસે કાર સાથે મર્યાદિત સમય હતો પરંતુ અમે ડ્રાઇવિંગ કોકપિટ તપાસવા માટે સ્ટિયરિંગ વ્હીલ પાછળ થોડો સમય પસાર કર્યો. અમે આવતા મહિને કાર ચલાવીશું પરંતુ હાલ માટે ડિઝાઈન અને ડેશબોર્ડ સ્પોર્ટી/જર્મન સિમ્પલ પરંતુ શાનદાર ડિઝાઇન સાથે તાઇગુન જેવું છે. જીટી સીટો પર લાલ રંગના દોરાથી સિલાઇ, એલ્યૂમીનિયમ પેડલ એનઓન કરે છે અને રેડ એમ્બિએન્ટ લાઇટ પણ છે. જીટી ડેશબોર્ડ પર પણ લાલ રંગનો એક્સેન્ટ બતાવે છે. જ્યારે 8-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10-ઇંચ ટચ સ્ક્રીન છે.
જેમાં ઇલેક્ટ્રિક સનરૂફ, કૂલ્ડ ગ્લોવબોક્સ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જિંગ, ક્લાઇમેટ કંન્ટ્રોલ, પાર્કિગ સેન્સર સાથે રિયર વ્યૂ કેમેરા, કનેક્ટેડ કાર ટેકનોલોજી, વેન્ટિલેટેડ ફ્રન્ટ લેધર સીટ, પાંચ એડજસ્ટેબલ હેડરેસ્ટ, ઓટો હેડલેમ્પ, છ એર બેગ, ઇએસસી જેવા અનેક ફિચર્સ છે. લાંબી મુસાફરી માટે પર્યાપ્ત લેગરૂમ-હેડરૂમ સાથે વર્ટસની પાછળ પણ વધુ જગ્યા છે. જેમાં 521 લીટરનો મોટો બૂટ સ્પેસ પણ છે.
એન્જિન
GT 1.5 TSI ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ રહેશે જે 150bhpનો પાવર અને 250Nmનો ટોર્ક જનરેટ કરશે. જેમાં છ સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટમાં ડીએસજી ઓટોમેટિક 7-સ્પીડ ગિયરબોક્સ મળશે. પૈડલ શિફ્ટર્સ પણ છે જે મૈન્યુઅલ કંન્ટ્રોલમાં લાવે છે. તેમાં આ એન્જિનને તાઇગુન સાથે જોવામાં આવ્યું છે અને આ સારા પરફોર્મન્સ સાથે ફાસ્ટ છે. સેડાનમાં આપણે આશા રાખીએ છીએ કે વર્ટસ જીટી ડ્રાઇવ કરવામાં રસપ્રદ હશે.
આ કાર આ વર્ષે મે મહિનામાં લોન્ચ થશે જ્યારે જીટી વેરિઅન્ટ ટોપ એન્ડ વર્ટસ લાઇન અપ માટે ઉપલબ્ધ હશે જેનો અર્થ એ થયો કે જીટી વેરિઅન્ટ સૌથી ફાસ્ટ વર્ટસ હશે. જીટી હંમેશાથી Polo GT અને Taigun GT સાથે પ્રીમિયમ રેન્જમાં રહી છે. જેથી Virtus GT પોતાના લુક્સ અને પાવર સાથે એક સ્પોર્ટ્સ સેડાન હોઇ શકે છે. આ અંગે આપણે આગામી મહિને વધુ જાણકારી મેળવીશું.