શોધખોળ કરો
Advertisement
2003ના મોડલની આ કાર હરાજીમાં રૂપિયા 20 કરોડમાં વેચાઈ, કેમ બોલાયા આટલા ઉંચા ભાવ ? જાણો વિગત
આ કારમાં 6.0- લિટરનું એન્જિન આવે છે જે 651 એચપીનો પીક વાર અને 657 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્હીઃ ફરારી કારને આજે દુનિયાભરમાં સ્પીડ, લક્ઝરી અને આર્થિક સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. રેસિંગ કાર તરીકે અને ખાસ કરીને ફોર્મુલા વન રેસમાં સફળતા માટે ફરારીનું નામ અવ્વલ છે. આ કાર નવી તો ઠીક પણ જૂની કાર ખરીદવા પણ લોકો અધધધ રકમ ચૂકવતા હોય છે. હાલમાં જ આવી એક જૂની ફરારી કાર 20 કરોડમાં વેચાઈ છે. આ કિંમત તેની ખરેખર કિંમત કરતા ચાર ગણી છે.
RM Sotheby દ્વારા હાલમાં જ એક ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી જેમાં 2003ની Ferrari Enzoની રેકોર્ડ કિંમત ઉપજી હતી. આ ઓક્શનમાં આ કારની તેની મૂળ કિંમત કરતાં ચાર ગણી એટલે કે 2.64 મિલિયન ડોલર (અંદાજે 20 કરોડ રૂપિયા)માં ઓનલાઈન હરાજીમાં વેચાઈ હતી.
Enzoએ એક સમયે કંપનીનું ફ્લેગશિપ મોડલ હતું જેની માત્ર 400 જ કાર બનાવવામાં આવી હતી. આ કારનું છેલ્લું મોડલ પોપ જોન પૌલ બેને કંપનીએ આપ્યું હતું. આ કારનું છેલ્લું એટલે કે 400મું મોડલ RM Sothebyએ 2015માં હરાજીમાં 6.05 મિલિયન ડોલર (અંદાજે 55 કરોડ રૂપિયા)માં વેચ્યું હતું. ત્યાર બાદ હવે ઓનલાઈન હરાજીમાં આ જ મોડલની વધુ એક કાર અધધ રકમમાં વેચાઈ છે.
નોંધનીય છે કે, આ કાર 1250 માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો ટૂ ટોન રેસિંગ સીટ્સ આ કારને વધારે શાનદાર બનાવે છે.
આ કારમાં 6.0- લિટરનું એન્જિન આવે છે જે 651 એચપીનો પીક વાર અને 657 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 3.3 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને કાપની ટોપ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાકની છે.
Sotheby દ્વારા હરાજીમાં Enzo વેચવા ઉપરાંત ફરારીના અન્ય જૂના મોડલની પણ હરાજી કરવામાં આવી હતી જેની પણ ઉંચી કિંમત મળી હતી. જેમાં 1985 Ferrari 288 GTO 2.31 મિલિયન ડોલરમાં અને 1958 Ferrari 250 GT Coupe 671000 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion